SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ લોક પુરુષસંસ્થાને કહ્યો વઘીને વચમાં પાંચ રાજુ પ્રમાણ થાય છે અને પછી ઘટીને છેવટે એક રાજુ પ્રમાણ રહે છે. ત્યાં સિદ્ધશિલા આવેલી છે. તેની ઉપર મુક્ત જીવો સાદિ અનંત કાળ સુધી સ્થિરતા કરે છે. અઘોલોકની પહોળાઈ એક રાજુથી વઘીને છેવટે સાત રાજુ પ્રમાણ થાય છે. ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવોનાં વિમાનોની રચના છે. મધ્યલોકમાં જ્યોતિષ્ક દેવોનાં વિમાનોની રચના છે અને અઘોલોકમાં નરકની ભૂમિઓની રચના આવેલી છે. આવું લોકનું વિરાટ સ્વરૂપ જે સર્વજ્ઞ ભગવાને જોયું ને વર્ણવ્યું તે સંક્ષેપથી પુરુષાકાર હોવાનું શાસ્ત્રમાં કહ્યું છે. એક રાજુ અસંખ્યાતા દ્વીપસમુદ્ર પ્રમાણ છે. લોકના અસંખ્યાતા પ્રદેશ છે ત્યાં સર્વત્ર આકાશ, ઘર્મ (ગતિ-સહકારી) અને અઘર્મ (સ્થિતિ-સહકારી) એ ત્રણ દ્રવ્યો એકક્ષેત્રાવગાહીપણે રહેલાં છે અને કાલ દ્રવ્ય લોકાકાશના પ્રત્યેક પ્રદેશે રત્નરાશિની જેમ છૂટક અણુરૂપે રહેલા છે. એ ચારે અરૂપી અને નિશ્ચળ છે. લોકમાં જીવદ્રવ્યની સંખ્યા અનંત છે અને જીવથી અનંતગણા પુદ્ગલ પરમાણુ છે. જીવ પણ સ્વભાવે અરૂપી અને નિશ્ચળ રહેવાવાળો છે પરંતુ પુદ્ગલ સાથેના સંયોગ સંબંઘથી તે દેહધારી બને છે તેથી રૂપી પણ કહેવાય છે અને ગતિ કરે છે. પણ વાસ્તવિકપણે તો એક પુદ્ગલ દ્રવ્ય જ રૂપી છે. જીવદ્રવ્ય ચેતન છે ને જ્ઞાનગુણે કરીને યુક્ત છે; બાકીના પાંચ દ્રવ્યો અચેતન છે. સંસાર અવસ્થામાં જીવ વિભાવભાવે પરિણમે છે ત્યારે પુગલો કર્મ-નોકર્મરૂપે ગ્રહણ કરાય છે તેથી પુદ્ગલ પણ જીવદ્રવ્યના નિમિત્તે અનેક આકારે પરિણમે છે. છતાં જીવ અને
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy