SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ લોક પુરુષસંસ્થાને કહ્યો [ચોપાઈ ૧ લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ કહ્યો? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ? ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદેશ; જેમ જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. ૨ . સંસ્થાન એટલે આકાર. લોક પુરુષાકારે રહ્યો છે. અર્થાત્ બે હાથ કમ્મરે રાખી પગ પહોળા કરી કોઈ પુરુષ ઊભો હોય એ આકારે લોક છે, એમ શાસ્ત્રમાં કથન છે. તેનો મર્મ તમને કંઈ સમજાયો છે ? એમ કહેવાનો હેતુ શો છે તે સમજ્યા છો ? કે માત્ર ઉપમા આપીને સમજાવવાની ચતુરાઈરૂપ એ કથન છે? કોઈ દર્શન મનુષ્યદેહમાં જ આખા વિશ્વનું સ્વરૂપ ઘટાવે છે—એ રીતે છે ? કે અધ્યાત્મવૃષ્ટિથી આત્માના જ્ઞાન દર્શન ગુણ આત્માકારે છે, તેમાં લોકનું પ્રતિબિંબ પડે છે તેથી લોકને પુરુષાકારે કહ્યો છે–એમ છે? પુરુષ શબ્દ દેહ અને આત્મા એ બન્ને માટે વપરાય છે તેથી બન્ને રીતે પૂછ્યું છે.
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy