SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણથી આ મહાન પ્રસંગની પુણ્ય સ્મૃતિમાં કઈક શુભ કાર્ય કરવાનો મનોરથ જા અને તેમાંથી જ આ “શ્રી ગુજર જૈન સાહિત્ય સંગ્રહ’ નામના ગ્રંથરત્નને પુનર્મુદ્રિત કરીને પ્રકાશિત કરવાની ભાવના જમી, પૂ. ગચ્છાધિપતિશ્રીજીના અનુમંદન અને શુભાશીર્વાદ અમને પ્રાપ્ત થયા. પૂ. ગચ્છાધિપતિશ્રીજીના પટ્ટધર પ્રશાંતમૂર્તિ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય મહદયસૂરીશ્વરજી મહારાજાની શુભ પ્રેરણાથી, નાના-મોટાં અનેક શુભ કાર્યોમાં પ્રગટ તેમજ ગુપ્તપણે લાભ લઈ રહેલા લીંબોદ્રા નિવાસી શ્રી મંગળદાસ માનચંદભાઈએ પિતાના સંસારી લઘુ બંધુ પૂ. મુનિરાજશ્રી વિનયચંદ્રવિજયજી મહારાજ કે–જેઓશ્રી હાલ પરમ પૂ. ગચ્છાધિપતિશ્રીની શુભ નિશ્રામાં પૂ. ગચ્છાધિપતિજીના શિષ્યરત્ન પૂ. આચાર્યદેવ શ્રી વિજયનરરત્નસૂરીશ્વરજી મના શિષ્ય તરીકે સુંદર સંયમ જીવનનું પાલન કરી રહ્યા છે-તેમના સંયમ જીવનની અનુમોદનાથે, આ ઉત્તમ પ્રકાશનને સંપૂર્ણ આર્થિક લાભ લેવાની પોતાની શુભ ભાવના પૂ. ગચ્છાધિપતિજી પાસે વ્યક્ત કરતાં પૂજ્યશ્રીજીની સૂચનાથી અમે તેમની તે વાતને સહર્ષ સ્વીકાર કર્યો. આ રીતે આ પ્રકાશન અંગેને આર્થિક પ્રશ્ન બહુ સહેલાઈથી ઉકલી ગયે. આ પુસ્તકનું સંપાદન પૂજ્ય ગચ્છાધિપતિશ્રીજીની આજ્ઞાથી તેઓશ્રીજીના તપસ્વી શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી ગુણયશવિજયજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી કીતિયશવિજયજી મહારાજે સારી રીતે કરી આપીને અમારા ઉપર મહાન અનુગ્રહ ફર્યો છે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy