________________
૫૫૬ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પ્રજ્ઞાદિક સ્થિતિ સરિખી નહીં, યુગલ જાતિ નરને પણ સહી, તે કિમ તે કાયા પરિણામ ? જુએ તેહમાં આતમરામ. ૧૨ રૂપી પણ નવિ દીસે વાત, લક્ષણથી લહિયે અવરાત; તે કિમ દીશે જીવ અરૂપ? તેને કેવલ જ્ઞાન–સરૂપ. ૧૩ બાલકને સ્તન-પાન-પ્રવૃત્તિ, પૂરવ ભવ વાસના નિમિત્તિક એ જાણે પરફેક પ્રમાણ, કુણ જાણે અણદીઠું ઠાણ? ૧૪ એક સુખિયા એક દુખિયા હેય, પુણ્ય પાપ વિલસિત તે જોય. કરમચેતનાને એ ભાવ, ઉપલાદિક પરે એ ન સ્વભાવ. ૧૫ નિકલ નહીં મહાજન-યત્ન, કેડી કાજ કુણ વેચે રત્ન? કષ્ટ સહે તે ધરમારથી, માને મુનિજન પરમારથી. ૧૬ =આતમ સત્તા ઈમ સહે, નાતિકવાદે મન મત દહે; નિત્ય આતમા હવે વર્ણવું, ખંડી બૌદ્ધતણું મત નવું. ૧૭
–ારિત વાવી મત ? |
બૌદ્ધમત તેહ કહે “ક્ષણ-સંતતિરૂપ, જ્ઞાન આતમા અતિહી અનૂપ, નિત્ય હોય તે વધે નેહ, બંધન કર્મ તણે નહીં છે. ૧૮ સર્વભાવ ક્ષણનાશી સર્ગ, આદિ અંત જે એક નિસર્ગ ક્ષણિક વાસના દિયે વૈરાગ, સુગતજ્ઞાન ભાખે વડભાગ. ૧૯
૧ એટલે ચરણકરણદિ,
= ज्ञान गुणवान् आत्मा इत्यंगीकर्तव्यं । पंचभूतम्य गुणेxxगुण : इति तेषामाशय ; नास्तिकानां ।। यत सत् तत् क्षणिकं इति.