SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યને પણ કેવા કેવા કેની અપ્રીતિના ભેગ પણ બનવું પડયું હશે. લગભગ તેઓ શ્રીમના સમકાલીન પૂ. કાંતિવિજયજી મહારાજે રચેલ “સુજસવેલી ભાસ” જે આજે ન મળ્યો હતો તે થોડી પણ જે એમના જીવનની માહિતી મળે છે, તે પણ આજે આપણને મળત કે કેમ તે સવાલ છે. સમગ્ર જૈન સંઘ ઉપર મહાન ઉપકાર કરનાર આ મહર્ષિના ગ્રંથના અધ્યયન દ્વારા મારા અંગત જીવનમાં પણ જે મહાન ઉપકાર થયે છે, તેને હું શબ્દો દ્વારા વાચા આપી શકું તેમ નથી. ભલે તેઓ નશ્વર દેહે મને નથી મળ્યા પણ અક્ષર દેહે. જરૂર મળ્યા છે. ભલે તેઓ પ્રત્યક્ષરૂપે મારા ગુરુદેવ નથી પણ પરોક્ષરૂપે તે તે મારા આત્મારક, પથદર્શક ગુરુદેવ છે જ. ભલે એમના નશ્વરદેહની ઉપાસના હું ન કરી શક્ય પણ અક્ષરદેહની ઉપાસનાની યત્કિંચિત જે તક મને મળી છે તે દ્વારા હું મારી જાતને ધન્ય માનું છું. ઉપાસના કેટલી અને કેવી કરી શકે એ મારી પાત્રતા અને પુરૂષાર્થને આધીન છે. પણ જે મને તક મળી છે, તે મારા ભાગ્યની નિશાની છે. એમ હું જરૂર માનું છું. | માટે જ જ્યારે પરમશાસનપ્રભાવક, અનેકાન્તાભાસતિમિરતરણિ, સંઘસ્થવિર, સુવિશાલગચ્છાધિપતિ, વ્યાખ્યાવાચસ્પતિ, પરમગુરૂદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વર મહારાજાએ મને શજર સાહિત્ય સંગ્રહ ભાગ-૧ ના ૩ન૮ણ
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy