SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પારિક વગેરે વિવિધ વિષયે ઉપર સંસ્કૃત પ્રાકૃત ભાષામાં ગદ્ય, પદ્ય, શૈલીમાં મૂળ કે ટીકા કે નિબંધરૂપે સંક્ષેપ કે વિસ્તારશૈલીથી વિદ્વગ્ય અનેક ગ્રંથની રચના કરી જે રીતે તેઓશ્રીમદે વિજજનેની ઉપર ઉપકાર કર્યો છે તે રીતે સંસ્કૃત, પ્રાકૃત ભાષાથી અપરિચિત એવા તત્ત્વજિજ્ઞાસુ અપશજને ઉપર ઉપકાર કરવામાં તેઓ શ્રીમદે જરાય ખામી રાખી નથી. જે વસ્તુની પ્રતીતિ તેઓશ્રીમદુનું ગુજરાતી સાહિત્ય જેવાથી થયા વિના રહેતી નથી. દ્રવ્યગુણપર્યાયના રાસની રચના દ્વારા તેઓ શ્રીમદે ગૂજરભાષામાં દાર્શનિક પદાર્થોની છણાવટ કરીને ગુજરાતી ભાષાના ગૌરવને ખૂબ જ વધારી દીધું છે. રચના એવી અદભુત બની કે વિદ્વાનેને એને સંસ્કૃતમાં અનુવાદ કરવાની જરૂર લાગી. દ્રવ્યાનુગતર્કણા એ દ્રવ્યગુણપર્યાયના રાસની મહત્તાને સ્થાપિત કરતે સંસ્કૃત ગ્રંથ છે. ગદષ્ટિની સાય, સમતાશતક, સમાધિશતક તેમજ આધ્યાત્મિક પદોની રચના દ્વારા ગુજરાતી જગતને યૌગિકઆધ્યાત્મિક સાહિત્ય ભેટ આપીને મહાન ઉપકાર કર્યો છે. જબૂસ્વામીને રાસ સમુદ્ર-વહાણ સંવાદ જેવી કૃતિઓ રચીને તેમજ મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવરના અપૂર્ણ રહેલા રાસને પૂર્ણ કરીને ગુજરાતી ભાષાને પરમ આસ્વાદ્ય બનાવી છે. પ્રતિમાશતક, જ્ઞાનબિંદુ વગેરે ગ્રંથની ટીકામાં કઈ એક શ્લોકની ટીકામાં આખાને આખા અન્ય ગ્રંથનું ઉદ્ધરણ કરી એની સંક્ષિપ્ત ટીકા પણ ત્યાં રચી દેવાની તથા સ્યાદ્વાદ ઉપદેશ રહસ્ય, દ્વાર્કિંગાદ્વાર્કિંશિકા વગેરે ગ્રંથની
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy