________________
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ જ્ઞાનાદિક વચને રહ્યા, સાધે જે શિવ પંથ; આતમ-જ્ઞાને ઉજલે, તેહ ભાવ નિર્ચથ. ૨૬ નિદક નિચ્ચે નાટકી, બાહારૂચિ મતિ-અંધ આતમ-જ્ઞાને જે રમે, તેહને તે નહિ બંધ. ૨૭ આતમ-સામે ધર્મ જે, તિહાં જનનું શું કામ? જન-મન-રંજન-ધર્મનું, મૂલ ન એક બદામ. ૨૮ જગમાં જન છે બહુ રૂચિ, રૂચિ નહિ કે એક નિજ હિત હેય તિમ કીજીયે, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ૨૯ દુર રહી જે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ. ૩૦ સમતાસે લય લાઈયે, ધરી અધ્યાતમ રંગ; નિંદા તજીયે પરતણું, ભજીયે સજમ ચંગ. ૩૧ વાચક જસવિજયે કહી, એહ મુનિ-હિત વાત; એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શિવ સાથ. ૩૨
૧ શ્રદ્ધા ૨ આતમરામે ૩ સુખી ૪ નંગ ૫ મન ૬ સાત. .