SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨] ન્હાનાલાલ [ ૮૭ પણે પ્રેરણાચાલિત નિજાનંદી સર્જકની, તેમ છતાં સનલક્ષી અને ખપપૂરતી પણુ અભ્યાસરુચિ અને તત્પ્રેરિત શ્રમસહિષ્ણુ સ્વાધ્યાયમાં તે પાછો પડયા નથી. સાહિત્યશ્રમ . એમને માટે સ્વેચ્છાસ્વીકૃત સ્નેહશ્રમ હતા. એમનેા આવે સ્નેહશ્રમ કવીશ્વર દલપતરામ'ના ચાર ગ્રંથામાં દલપતરામની જીવન્માત્રા અને એમના વ્યક્તિત્વના વીગતે પરિચય આપવામાં તેમ જ તેના કરતાંય વધુ તા દલપતજીવનના દેશકાળનેા માહિતીપ્રચુર સામાજિક ઇતિહાસ તારતમ્યબુદ્ધિથી આલેખવામાં વિશેષ માત્રામાં પ્રગટ થયા છે. સમગ્ર દષ્ટિએ ન્હાનાલાલ પાસેથી આમ ગુજરાતી સાહિત્યને ઘણું મળ્યું છે. વ્યાખ્યાનામાં પોતે (એમના પિતાએ એમના વખતમાં પેાતાની કવિતા દ્વારા ગુજરાતના લાકશિક્ષકનું કામ કર્યું" હતું તેવું જ) પ્રજાના લેાકશિક્ષક તરીકેનું કાર્ય કર્યું છે, તા ગુજરાતનાં બાળકો અને વિદ્યાર્થીએ માટે શિક્ષણરસિયા શિક્ષકની અદા કે વૃત્તિ કે દૃષ્ટિથી ‘ગુજરાતની ભૂગાળ', વ્યવહારુ અંગ્રેજી તથા ગુજરાતી વ્યાકરણા અને સાદી કસરતના દસ દાવ' જેવાં નાનાં શિક્ષણૅાપયેાગી પુસ્તકા પણ તેમણે તૈયાર કરી પ્રગટ કર્યાં હતાં. એમાં ‘ગુજરાતની ભૂગેાળ' તે વખતનાં તે વિષયનાં નિશાળિયાં પુસ્તકા કરતાં માહિતી અને લખાવટમાં ચડિયાતુ છે. વાચનમાળા માટે બાળકાવ્યા કવિએ લખ્યાં હતાં તેની વાત આગળ થઈ ગઈ છે. પણ એને લીધે તેમને બાળાના કવિ તેમ કેળવણીકાર કહેવાય એમ નથી, જેમ વ્યાખ્યાને આધારે એમને વિચારક કે નિબ ંધકાર, સાહિત્યલક્ષી લખાણાને આધારે એમને વિવેચક અને અભ્યાસપૂર્ણ લેખાને પ્રસ્તાવનાએને આધારે એમને પડિત કહેવાય એમ નથી. એ જ રીતે ચાકલેટ કે પિપરમીટની ગાળીએ જેવી ઘેાડીક વાર્તાભાસી રચનાએ એમને વાર્તાકાર, અને પેલી બે ગદ્યકથાએ એમને નવલકથાકાર ઠરાવી શકે એમ નથી. ચરિત્રકાર એમના પિતૃચરિત્રને આધારે એમને જરૂર કહી શકાય. પણ ન્હાનાલાલની ખરી ઓળખાણુ, પહેલી અને છેલ્લી, કવિ તરીકે જ અપાય. એ જ એમનેા મૂળ, પ્રધાન, રંગ છે. તેમનાં નાટકા તથા વાર્તા-નવલામાં તેમનું વપણું જ પ્રગટ થતું હતું. કવિતામાં પણ, તેમણે દ્વારિકાપ્રલય', ‘કુરુક્ષેત્ર' ને ‘હરિસંહિતા' જેવી કથાકાવ્ય ને મહાકાવ્ય જેવી દી રચના કરી છે. તેમાં મહાકાવ્યના રમશે છે, છતાં તેમને મહાકાવ્યના કવિ' એ અમાં મહાકવિ કહેવાય તેમ નથી, જેમ એમનાં નાટકામાં કેટલાંકમાં સારા નાટયાંશે છે. છતાં એકદરે તેમને નાટકકાર કહી આળખાવાય તેમ નથી. એમની પ્રતિભા ઊર્મિકાવ્યના કવિની છે. ઊર્મિકાવ્યના સમર્થ કવિએ મહાકવિએ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy