SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ -પ્ર. ૨]. ન્હાનાલાલ [૮૫ છે, તેમ કવિ ન્હાનાલાલનો સર્જનશ્રમ એમનાં ઉપર જણાવ્યાં તેવાં વ્યાખ્યાનેએ ઉતાર્યો હશે તેમ ભાષાંતર-પ્રવૃત્તિ દ્વારા પણ તેમણે આ જ હેતુ સા હેવાનું જણાય છે. “પરસાહિત્યના મહાગ્રંથનાં ભાષાંતરો” “આપણ નવઊછરતા સાહિત્યને સમૃદ્ધ કરવાને બેશક જરૂરી માનતા કવિએ તે સાથે જ કહી નાખ્યું છે કે આપણું સાહિત્યનાં મૂલ “એ પરઝીલ્યાં છાયાસાહિત્યથી નહિ, નિજસ્વી સ્વયંભૂ રસસાહિત્યથી જગત આંકશે.૩૪ પિતાની વૃત્તિ પણ મૌલિક સર્જન કરવાની વિશેષ, છતાં મોટા સજનશ્રમ પછી “વીજળી-ખાલી લેડન જર' જેવા થઈ જવાય ત્યારે “પૂર્વાચાર્યોના મેઘાડંબરમાંથી વીજળી પાછી' પૂરવાનું પતે ભાષાંતરો દ્વારા કર્યું હોવાનું તેમણે જણાવ્યું છે.૩૫ ભાષાંતરો માટે એમણે પસંદ કરેલી કૃતિઓ પણ એમના “પ્રેમ-ભક્તિ' કવિનામને સાથે ઠરાવે એવી–બે પ્રેમવિષયક અને ચાર ધાર્મિક છે. પ્રેમવિષયક તે કાલિદાસનાં મેઘદૂત' અને અભિજ્ઞાનશાકુન્તલ.” “સંસ્કૃત મૂલમાં જે કાંઈ હાય હેમાંથી બનતું બધું ગુજરાતીમાં ઉતારવાના સંકલ્પથી પોતે કરેલ “મેઘદૂત'નું સમશ્લોકી ભાષાંતર મૂળ લકે તથા નીચે શબ્દાર્થનોંધ સાથે ૧૯૧૭માં પ્રગટ કર્યું છે. તેમાં પેલો બનતું' શબ્દ એમની મર્યાદાના પૂર્વ-ખુલાસા જેવો લાગે છે. મૂળ સંસ્કૃત શબ્દોની ચેકસ અર્થચ્છાયા કવિને ગુજરાતી ભાષાંતરમાં ઊતરી શકી ન હોવાના દાખલા એમાંથી તારવી શકાય તેમ છે. છંદશુદ્ધ કેટલાક કેસમાં મૂળની છાયા સારી ઊતરી છે, પણ આ અનુવાદમાં મંદાક્રાન્તાના અક્ષરમેળ વૃત્તમાં એક ગુરુને સ્થાને બે લઘુ વર્ણ અને તેના ગુજરાતી ઉરચારણની વારંવાર લેવાયેલી અનિર્વાદ્ય છૂટ ચાવતી વેળા દાંતમાં કાંકરી ખૂંચે તેવી ખૂંચે છે અને આસ્વાદની મજા મારી નાખે છે. “શકુન્તલાનું સંભારણું' (૧૯૨૬) એ “શાકુન્તલ'ને અનુવાદ આ છૂટ ઓછી બતાવે છે. કાલિદાસનું પદલાલિત્ય અને પ્રૌઢા ગીર્વાણનું એ ગૌરવ ગુજરાતીમાં પૂરું ઊતરી શકવા વિશે શંકા ધરાવતા કવિ કાલિદાસની લાડકી બોલીને મંજુલ કલરવ મૃદુલ ગુજરાતીમાં ઝીલી શકાય એમ કહે છે અને તેને નાટકના સંવાદોના ગદ્યને ગુજરાતી અનુવાદમાં પિતાને સારું ફાવતું ડોલન-ગદ્ય બનાવીને સાચું પણ ઠરાવે છે. એમાં તળપદા શબ્દના પ્રયોગ ક્યારેક સારા ભળી જાય છે, અને “ફૂલસંતાડ્યો', ‘તપશ્ચર્યાપીડેલું' જેવા સમાસ ઠીક લાગે, પણ “જાણુણહારિણ” “અતિથિઉવેખણહારિણ” “જાળવત’ હૈયાપરદેશણું” જેવા કવિઘડયા શબ્દસમાસ અસુભગ લાગે છે. એ અનુવાદની પ્રસ્તાવનામાં કવિએ વ્યક્ત કરેલે આ અભિપ્રાય કે “વલ્કલધારિણીનું વલ્કલ ઢીલું થયું એનું જ આ નાટક છે – એટલી ઢીલપનાંયે પાંચછ વર્ષનાં તપવનવાસનાં પ્રાયશ્ચિત્ત તપવાં પડ્યાં રવીન્દ્રનાથ ઠાકુરના એને મળતા કાલિદાસની એ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy