SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨] ન્હાનાલાલ [ ૯૧ २४ કવિને માટે એ શૈલી જણે એમના ધટ સાથે ઘડેલી ને વળગેલી હતી; એમના કવિપણા તથા વાગ્મિતાશાખને લાયક અભિવ્યક્તિ જ એ હતી. ‘પ્રાશરીરને ધસારા કે નવપલ્લવતા ?’ એ પ્રથમ ગાંધીજીના 'નવજીવન'માં તેના આરભવમાં હપતે હપતે પ્રગટ થયેલ લેખ,૨૧ ‘લગ્નસ્નેહનેા વિશ્વક્રમમાં હેતુ' એ પ્રથમ ૧૮૯૮ ના 'જ્ઞાનસુધા'માં છપાયેલ લેખ૨૧ અને મનુષ્યજાતિની ઉત્ક્રાન્તિનાં પેાલક ઝરણાં',૨૧ ઇસ્લામી સંસ્કૃતિ',૨૨‘સેારઠી તવારીખના થર’૨૨, ‘બ્રાહ્મણુત્વ’,૨૩ ‘ભારતીય ઇતિહાસનાં કેટલાંક લક્ષણ્ણા’,૨૩ ‘આ દષ્ટિ’,૨૪ ‘કાળના ભરતીઓટ’,ર જગત્કવિતામાં ગુજરાતી કવિતા',૨૫ ‘કવિધર્મ’૨૫ જેવાં વ્યાખ્યાનેા ટકાઉ મૂલ્યનાં હાઈ આજે પણ એટલાં જ સંતર્પક છે. ‘સ્વપ્નસ્વામી અથવા વસ ંતના ટહેલિયા' એ હજુ ગ્રંથસ્થ નહિ થયેલ વ્યાખ્યાન વસ ંતાત્સવ ને અને તેમાં કવિના ઇગિતને સમજવામાં ઉપકારક થાય તેવું છે. એની મદદ વિના એ કાવ્યમાંની કેટલીક પ`ક્તિએમાં કવિએ ભારતના જુદા જુદા પ્રદેશે અને કેટલીકમાં યુરોપના કેટલાક દેશે., અમેરિકા અને જાપાનનું સૂચન કર્યું છે એ સંભવતઃ કાઈથી જાણી શકાત નહિ. [૬] સાહિત્યવિવેચન ઉપરનાં વ્યાખ્યાના કવિને વિચારક અને અભ્યાસી તરીકે રજૂ કરે છે તા કેટલાંક વ્યાખ્યાનેા તેમને સાહિત્યના અભ્યાસી અને વિચારકના રૂપમાં જોવા વાંચનારને પ્રેરે એવાં છે. એવાં વ્યાખ્યાને તેમણે ‘આપણાં સાહિત્યરત્નાની વિદ્રપૂર્જા' લેખે ત્રણ દાયકા દરમ્યાન તેમને માટેના જયન્તીસમાર ભેા પ્રસ ંગે આપેલાં તેના પ્રથમ સંગ્રહ ‘સાહિત્યમ’થન’ને ‘આપણાં સાક્ષરરત્ને!' ભાગ ૧-૨ રૂપે અપાયેલું નવું સ્વરૂપ, પેાતાનાં કેટલાંક પુસ્તકાની પ્રસ્તાવનાઓ, કેટલાંક પુસ્તકોના એમણે લખી આપેલા પ્રવેશકા તથા ‘જગતકાદેંબરીએમાં ‘સરસ્વતીચંદ્ર'નું સ્થાન' એ તેમનું પુસ્તક ન્હાનાલાલના અન્ય સાહિત્યસકાના સર્જનના અવલાકનકાર તરીકે એમણે બજાવેલ કાના ખ્યાલ આપી રહે છે. મેધદૂત” અને ‘શાકુન્તલ'ના પેાતાના અનુવાદોની પ્રસ્તાવનાઓમાં કાલિદાસની કવિપ્રતિભાને તેમ જ ‘આપણાં સાક્ષરરત્ન'માં આપણા જૂના કવિઓમાં મીરાં, પ્રેમાનંદ અને દયારામને અને અર્વાચીન સાહિત્યકારામાં દલપતરામ, ન`દ, નવલરામ, ગાવનરામ અને કેશવલાલ ધ્રુવને જે અંજિલ કવિએ આપી છે તેમાં તેમની અભ્યાસશીલતા, રસદિષ્ટ અને ગુણજ્ઞતા સારાં પ્રગટ થાય છે. પ્રેમાનંદ માટેનું ‘He is the most Gujarati of Gujarati poets-modern or ancient', ગુ. સા. ૬
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy