SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨] ન્હાનાલાલ [૭૫ છે જગતની જન્મોત્રો' એ પ્રસ્તાવનામાંના શબ્દો કવિના આશયને સ્પષ્ટ કરી આપે છે. સમગ્ર કથામાંનું એમનું વક્તવ્ય પણ પ્રસ્તાવનામાં આમ નિર્દેશાયું છેઃ “યૂરોપમાં છે પ્રજાભાવની કાંટાળી વાડી-સીમાઓ. અને અમેરિકા એટલે પૃથ્વીસમન્વય નહિ, માત્ર ચૂરેપસમન્વય. પણ હિન્દી મહાસાગરમાં પાસિફિક ને આટલાન્ટિક આવી સમાય છે એમ માનવવંશનો સમન્વય-મહાસાગર, જગતની “માનવી પ્રજા, અહીં અને આજ, ભારતદેશે સરજાય છે. આવડે તો બ્રિટન જગતઈતિહાસનો મહારથી થાય અને ભરતખંડ જગતસારથી થાય. બ્રિટન જે ઈતિહાસબેલ બેલશે એવો ભારત પ્રતિઉત્તરને પડઘો પાડશે.” (પૃ. ૩૪-૩૫) પ્રસ્તાવનામાંના આ શબ્દ કવિએ “રાજસૂત્રની ત્રિપુટી'નાં કાવ્યમાં વ્યક્ત કરેલ ભાવના સાથે પૂરા સુસંગત છે. એને કવિએ જગતના સમકાલીન રાજકારણના પિતાના વાચનથી આ કથામાં સમર્થિત કરી છે. કવિનું જગતનાં ઈતિહાસ અને ભૂગોળનું જ્ઞાન અને એમાંને રસ, જે અહીં એમને માટે આદર જન્માવે એટલા પ્રમાણમાં પ્રગટ થાય છે, તેણે આ કથામાં એમને સારું કામ આપ્યું છે. કથાનો સમય એમણે ચાલુ શતકના છઠ્ઠા દાયકાને કયો છે. બીજુ વિશ્વયુદ્ધ કવિને જેવું પડયું, જેણે કેટલીક પરિસ્થિતિ સારી પેઠે બદલાવી નાખી. છે, પણ તેમણે આ કૃતિ તેની પહેલાં રચેલી છે. આથી તેમાં પહેલા વિશ્વયુદ્ધ પછીના પ્રજાસંધ – લીગ ઑફ નેશન્સ અને જિનીવા જગતના રાજકારણના કેન્દ્રમાં છઠ્ઠા દાયકામાં હશે એમ માનીને કવિ ચાલ્યા છે. એ પ્રજાસંધ પર અમેરિકા અને જાપાનને એ તો યુરોપના આધિપત્ય કે સરસાઈ માટે જ જાય છે ને કામ કરે છે એવો અસંતોષ, અમેરિકાની જગતનું નેતૃત્વ લેવાની અને જાપાનની યુરોપના જેવો એશિયાને રાષ્ટ્રસંઘ સ્થાપવા ને તેનું નેતૃત્વ લેવાની મહેચ્છા, સ્પેનની પિતાનું જિબ્રાહટર પાછું સ્વહસ્તગત કરવાની પ્રવૃત્તિ, તુર્કસ્તાનથી અફઘાનિસ્તાન સુધીનાં ઇસ્લામી રાષ્ટ્રોની એક ઇસ્લામી આધિપત્યની ઈચ્છા ને તે માટેનો સળવળાટ, એશિયાની એકતાની આકાર લેતી હવા – આ બધું કવિ પિતા તરફથી તેમ પાત્રોની ચર્ચાઓ ઇ. દ્વારા સારું ઉપસાવે છે. જગતને સંકુચિત રાષ્ટ્રવાદ અને આધિપત્ય-લાલસામાંથી જન્મતાં યુદ્ધો ને સંઘર્ષથી મુક્ત કરવા અને માનવજાતના ઉત્કર્ષ અને કલ્યાણ માટે પ્રાસંઘે કે રાષ્ટ્રસંઘે નહિ પણ માનવસંઘ સ્થાપવાની ઉદાર ભાવના ભારત જ શીખવી શકે એમ છે એમ માનનાર. કવિએ એ ભાવનાની પોતાની કલ્પનામૂર્તિ હિમાલયમાં જેનાં બેસણાં છે એવા કૈલાસી મહારાજની આ કથામાં રજૂ કરી ધુરંધર અને પ્રેરણા, આત્મજિત અને વિધાત્રી તથા ધિરાજ અને જયપ્રભાની પાત્રોડીઓને તેમનાં શિષ્યો કે કાર્યકરે જેવી બનાવી તેમને એ ભાવનાની કાર્યસિદ્ધિ માટે મથતી આલેખી છે. જયપ્રભા જિનીવાના.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy