SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ચ'. ૪ અને ત્યારે પેાતે લખતા ગયા હશે, અને પાછળથી એમને ત્રણ અંકમાં વહે‘ચી સળંગ નાટકકૃતિનું રૂપ આપ્યુ. ત્યારે બચાવરૂપે ભાવએકાગ્રતાના મુદ્દો આગળ કરી પેાતે એને પેાતાના નવતર સાહસ તરીકે ખપાવવા પ્રયાસ કર્યો હાય એમ માનવાનું ઘણાને સૂઝે તેમ છે. કવિના અવસાન પછી પ્રગટ થયેલ અમરવેલ’(૧૯૫૪)ને કવિએ પ્રસ્તાવનામાં ‘ચલપટા (movies) ને ખેાલપટા (talkies), નાટક અને સ ંગીતનેા સમન્વયસમારંભ’ કહી, એની શબ્દશૈલીને વસ્તુસ્વરૂપને અનુરૂપ વેદ-ઉપનિષદની, ભાગવતની, બાઇબલની ત્રિગુણાત્મિકી શૈલીછાયા' એ શબ્દોથી ઓળખાવી છે. આ બેઉ દાવા દ્વારા કવિએ જે ઇન્ક્યું છે તે જેટલું મહાન છે તેટલી તેની સિદ્ધિ મહાન નથી. વિશ્વગીતા'થીય વધુ પ્રગલ્ભ સાહસને દેખાવ લઈ આવેલી આ રચનામાં એક એક પ્રવેશક અને પાંચ પાંચ પ્રવેશેાવાળા ત્રણ અંક અને છેલ્લે ‘અમરવેલ' નામનું એક ઉપસંહારાત્મક દૃશ્ય છે. એમાં અકૈા ૧ અને ૩ ના પ્રવેશકે। તથા અંતિમ દૃશ્ય એ ત્રણ પ્રવેશ જ પાત્રો ને સંવાદથી નાટયાંશ દેખાડે છે. એને કવિનું ખેાલપટ ગણા તા બાકીના બધા પ્રવેશે જેમાં કિવ પેાતાની રૂઢ ડાલનશૈલીમાં ચિત્રાત્મક વર્ણના દ્વારા બ્રહ્માંડનું સર્ગદર્શન કરાવે છે, તેને મૂક ચલપટ માનવાં પડશે. પેલા નાટયાંશવાળા પ્રવેશેા અને બાકીના વર્ણનાત્મક પ્રવેશે એકખીજાથી અલગ પડી જાય છે, કૈાઈ સંહત સુશ્લિષ્ટ કલાકૃતિ બનાવતા નથી. શબ્દશૈલીમાં અંક ૧ના પ્રવેશ ૧માંના સર્જન પહેલાંના શૂન્ય તમસના વનમાં તમ માસી ગૂઢતાં તમઃવાળા વેદમાંના વર્ણનની છાયા દેખાય, પણ તે સિવાય તા ઉપનિષદ-બાઇલની નહિ, પણ એની જાણીતી લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ સાથે ન્હાનાલાલની જ શૈલી કૃતિમાં નજરે પડે છે. આતિમર્સ, સર્જનારંભ, નિહારિકા, ન બુડિયા કુકુંમવી કિરણાવલિએ, ઉષાનાં ઇન્દ્રધનુષ્ય, વિશ્વના આંખે, માનસરાવર, મહાનદી, સાગર, નીરશાયી નારાયણુ, સૂર્યમંડળ, પૃથ્વી, હિમાલય, ચંદ્ર, મંદાકિની, ધૂમકેતુ, દિશાઓના છેડા, ‘મહકાળ’નું બ્રહ્મચક્રનુ ધૂમણ - આ સર્વાંનું કવિનું ચિત્રદર્શનાત્મક વર્ણન કવિએ કલ્પના અને ચિત્રશક્તિની બે પાંખા વીંઝી બ્રહ્માંડસનની લીલા નિહાળવા ને નિરૂપવા કરેલ ઊંચા ઊડણુ માટે માન ઉપજાવે એવું કહી શકાય. એને ચૈતન્ય અને અમરવેલની આછી પ્રણયકથાના એવનમાં ઢાંકીને રજૂ કરીને પેાતાની પ્રિય પ્રેમભાવનાને ફરી એક વાર પણ ખૂબ ઊંચી ભૂમિકાએ આરાહાવીને રજૂ કરવાની તક કવિએ લીધી છે. અતિમ દૃશ્યમાં પ્રેમતત્ત્વ ને બ્રહ્મતત્ત્વનું સમીકરણ-સૂત્ર બાંધી, માંથી નદ્દ થયેલની જ પૂર્વીના વ કાજેની ઇચ્છાને, બ્રહ્માંડની બ્રહ્મ પ્રતિની ગતિને, -
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy