SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૯ પ્ર. ૨] ન્હાનાલાલ કાર્ય તેમની પાસે બેલાવી દેવર્ષિ “જયા-જયન્ત’માં તેના પરના પિતાના ભાષ્યમાં જગત એટલે ઉન્નતિક્રમ” એમ તારવી જાટોડક્ષ્મિ સ્ત્રોવાયuએ ગીતાના ભગવદ્વાક્યને સુધારે છેઃ કાઢોસ્મિ જોન્નતિzવૃદ્ધઃ ત્યાં તેમ જ નાટકને અંતે મૂકેલા “જાનવી જગની ઘૂમે રે' ગીતમાંના ‘તારશે માનવ જાત રે' એ શબ્દમાં જગતલીલામાં પરમાત્માને શુભ મંગલ હતુ જેનારી કવિની આશાવાદી ધર્મશ્રદ્ધા જ જવાશે. “હડા ઉન્નત ને ઉન્નત, દેવસંતાનો / બ્રહ્મસિંહાસનના પાયા સુધી એ પ્રેરક ઉદબોધન એ શ્રદ્ધાએ જ કવિ પાસે એ નાટકમાં ઉચ્ચારાવ્યું છે અને તેને નાયક અને નાયિકાનાં પાત્રો દ્વારા ચરિતાર્થ પણ કરાવ્યું છે. વિશ્વગીતા'માં કવિએ દુઃખ, પાપ અને અંધકારના મહાપ્રશ્ન છેડી આજનાં ‘નારાયણસૂનાં લક્ષ્મી મંદિરોની, સિદ્ધિઓની સંયમવિહેણ જગસંપત્તિની “આજનું જગત ચાર છે દેવદ્રવ્યનું' –એની, અને આજની લગ્ન રચ્છેદક વિલાસપૂજક નવ્ય નીતિ(new morality)ની વર્તમાન જગતના મહારોગ લેખે કડક ટીકા કરી છે. તે સાથે તેમણે એ બતાવ્યું છે કે આમ છતાં તેની સામે શુભનાં, પુણ્યનાં, જગતકલ્યાણક તો પણ કામ કરતાં રહ્યાં છે. જગતમાં રાવણ, દુર્વાસાએ, કંસે, દુર્યોધન અને રંભા છે, તે સામે કૃષ્ણ, સિદ્ધો, શુકદેવો ને એની જમાતના જોગીઓ – દિવ્ય તૃષાતુર વિહંગરાજે પણ પ્રગટતા રહ્યા છે. જગતમાં અંધકાર છે તે તેને હઠાવવા મથતા પયગંબર પણ પાતા રહ્યા છે. જગતમાં ક્રૌંચને વીંધનાર પારધીના કૃત્યમાંથી “રામાયણ” સર્જાવાનું, અશુભમાંથી પણ શુભ સધાવાનું, પરમાત્માની વિશ્વલીલામાં અંતહિત છે. “ફૂલડાં ને કાંટા સર્વ હરિનાંઃ હાં કોના રાગ-વિરાગ' ('ઈન્દુકુમાર'-૩, પ્ર. ૪) એવું સચદમન એ કૃષ્ણવાક્યમાં શ્રદ્ધા રાખતું આ કવિનું દર્શન છે. આ જ જગતમાં પેલા બુદ્ધ મહાવીર ખ્રિસ્ત આદિ તેમ જ જયદેવ, નરસિંહ, મીરાં, સુરદાસ આદિએ જન્મી પુરુષ અને પ્રકૃતિના બ્રહ્મરાસમાં તાલ, સંગીત અને નૃત્ય પૂર્યા છે એમ બતાવતા “વિશ્વગીતા'ના અંતિમ પ્રવેશમાં ભક્ત અને રસર્ષિ કવિની દૃષ્ટિ પ્રવર્તેલી સ્પષ્ટ જણાય, ન્હાનાલાલના આપવર્યા “પ્રેમ-ભક્તિકવિનામને એમની કવિતાની માફક એમનાં નાટકે પણ આમ સાથે ઠરાવે છે. કેટલાક વિશિષ્ટ પ્રગ કવિનાં નાટકે આમ તે બધાં એક જ ઢાળાનાં છે અને ઉપર જણાવ્યાં તે લક્ષણે સૌમાં સમાન છે. પણ એમાં “પ્રેમકુંજ' (૧૯૨૨) એક મોટા નાટયાભાસી રૂપકાત્મક ઊર્મિકાવ્ય જેવું બન્યું છે: જહાંગીર અને અકબર પરનાં નાટકે એ બેઉ મુગલ બાદશાહના જીવનના મહત્વના પ્રસંગોને રજૂ કરતાં હાઈ વધુ વસ્તુપ્રધાન
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy