SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચ. ૪ જે ઝલક આલેખાઈ છે તેમાં બ્રહ્મી નારી-પાત્રા વિશેષ ઉઢાવદાર બન્યાં છે. ઢા–વેના ડૉ. નૌતમના પિતા સાથેના પ્રણયસંબંધને વ્યંજિત રાખવામાં લેખકની કવચિત્ જ પ્રગટતી કલાસૂઝ વરતાય છે. ૧૯૪૦-૫૦ના સમયગાળાની સામાજિક સમસ્યાઓને આવરવા માગતી ‘કાળચક્ર’ (૧૯૪૭) તેમની અપૂર્ણ નવલકથા છે. મેઘાણીની ત્રણેય પ્રસંગપ્રધાન નવલકથાઓની ભૂમિકા ઐતિહાસિક છે, “કેટલીક ઐતિહાસિક માહિતી અને ‘જોરારતા' તથા ‘ભૂચરમારી'ના લેાકવૃત્તાંત પર આધારિત ‘સમરાંગણ' (૧૯૩૮) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફર ત્રીજાના રાજ્યઅમલના સમયગાળાની કથા છે. મુઝની લાચારી, રજપૂત રાજાએ પરના તેના આંધળા વિશ્વાસ, કેટલાક રાજાએ કરેલા વિશ્વાસધાત, ભૂચરમારીના યુદ્ધમાં પરાજય, ધ્રાળને પાદર તેની આત્મહત્યા વગેરે ઘટનાઓને માતા-પુત્ર જોમાંબાઈ-નાગડાજીના વિયાગ અને વેશપલટા, નાગડાજીરાજુલની પ્રણયકથા, નાગડાના કરુણ અંત, સરાણિયાની પુત્રીની અલૌકિક શક્તિ, કેટલીક ચમત્કારિક ઘટનાઓ વગેરે લેાકકથાની સામગ્રી સાથે સાંકળી લેવામાં આવી છે, પરિણામે કૃતિની સમગ્ર છાપ અતિહાસિક નવલકથાને બદલે ફુલાવેલી લેાકકથા જેવી પડે છે. રા’ ગગાજળયા’ (૧૯૩૯) પંદરમી સદીના જૂનાગઢના રા' માંડલિકના સમયની કથા કહે છે. રાજ ગગાજળથી સ્નાન કરવાના નિયમને લીધે માંડલિકમાંથી ગંગાજળયા બનેલા રા'. અંતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરે છે, એક સદાત્માના આ અધઃપતનમાં મેઘાણીને યાગ્ય રીતે જ એક ટ્રેજેડીની શકચતા જણાઈ; પરંતુ કથાનાયકના ચિત્તવ્યાપાર પર મીટ માંડીને તેમાંથી કલાકૃતિ કાંતી કાઢવાને બદલે તેમણે મૂળ કથાના ક્રાથળામાં હમીરજી ગાહિલની ભીલપત્ની અને પુત્રના વૃત્તાન્ત. ચારણાનું ત્રાગું, વાવાજા અને ભૂથાંની ચમત્કારક ઘટનાએ, નરસિહ-રતનમામીની દંતકથાઓ વગેરે સામગ્રી ગમે તેમ લવીને એક કઢ ગેા આકાર ઊભા કર્યા છે. વસ્તુસકલના એટલી બધી શિથિલ છે કે નવી આવૃત્તિવેળાએ પ્રકરણાને ક્રમ બદલવાની જરૂર જણાઈ અને બદલી પણ શકાયા. મેધાણીની આ નિર્બળતમ નવલકથા છે. ગુજરાતના જય” (૧૯૩૯, ૪૨) ખંડ ૧–૨. વિક્રમની તેરમી સ'વત્સરીની છેલ્લી પચીસીમાં ગુજરાતના પુનરુદ્ધાર માટે થયેલા પ્રયત્નાની નવલકથા છે. ‘વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ' તેમ જ અન્ય પ્રબા, રાસાઓ અને નાટકામાંથી વીણેલી સામગ્રીમાંથી આ નવલકથા ઘડાઈ છે. ધાળકાના રાણા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy