SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી [૫૪૯ ચોથા ખંડ “આત્મસંવેદન'નાં ૧૩ અને પાંચમા ખંડ “પ્રેમલહરીઓનાં ૧૭ કાવ્યોમાં સામાજિક ભાવને બદલે અંગત સંવેદન તરફ વળે છે. સામાજિક વિષયમાં લોકસાહિત્ય-ચારણી સાહિત્યના સંસ્કારવાળી બાનીએ ઠીક કામ આપ્યું હતું. પરંતુ અંગત ભાવોના ગાન માટે નવી બાની ઉપજાવવાની આવશ્યક્તા ઊભી થઈ હતી, જે તે ઉપજાવી શક્યા નથી. “વિક્વંભર’ના દુહા લેકસાહિત્યના સાક્ષાપરિચય વગરને કોઈ કસબી કવિ રચે તેના કરતાં પણ મોળા છે. બે કાવ્યમાં રૂપમેળ વૃત્તો પણ અજમાવી જોયાં છે, તેમાંય “ના, ના, તથાપિ તુજને હું વિલુપ્ત માનું ના, ના, તથાપિ તુજ પે મુજ પ્રેમ એ છે !” (“તદ્દરે–તન્તિકે') જેવી પંક્તિઓ સ્પષ્ટ દર્શાવે છે કે તે કલાપીથી દૂર જઈ શક્યા નથી. સમકાલીન કાવ્યરૂપે અને કાવ્યબાની તરફના સદંતર દુર્લક્ષનું જ આ પરિણામ જણાય છે. લોકબાનીની પસંદગીમાં પણ તેઓ મુખ્યત્વે કઢાળો અને ચારણી છટા પર મૂક્યા છે. એકબે શબ્દો કે એકાદ બે પંક્તિના લસરકાથી અંતરમર્મને અનાયાસ અભિવ્યંજિત કરવાની જોકસાહિત્યની કળ તેમને હાથ લાગી નથી. “એકતા' (૧૯૪૦) ૪૭ કાવ્ય સંગ્રહ છે. આ સંગ્રહમાં તેમણે આત્મનિરીક્ષણ” નામે પ્રવેશક મૂક્યો છે. આ પ્રવેશકમાં તેમની કાવ્યભાવનાની રૂપરેખા અને પ્રસ્તુત સંગ્રહમાં તેમની જીવનદષ્ટિમાં આવેલા પરિવર્તનની નેંધ હોવાથી તે મહત્વને બને છે. કવિતામાં વ્યક્ત કરતાં અવ્યક્ત જ વધુ મહત્ત્વનું છે એમ કહીને તેમણે વ્યંજનાને મહિમા સ્વીકાર્યો છે. પીડિતાનાં કાવ્યોમાં પીડકેને દઝાડતા કટાક્ષોના ઉગ્ર દેશને બદલે આખરી કલ્યાણકારી ઉદ્દગારો જ તેમને યોગ્ય લાગે છે. અફસોસની વાત એ છે કે “એકતારોનાં કાવ્યોમાં વ્યંજનાને બદલે ઠેરઠેર અભિધા જ જોવા મળે છે. શું ઉગ્ર દેશ કે શું કલ્યાણકારી ઉગારેને વ્યવહારની ભૂમિ પરથી ઊંચકીને કવિતાની કક્ષા સુધી લઈ જવાની કલાદષ્ટિ તેમની પાસે નથી. સંગ્રહનાં ૪૭ કાવ્યમાંથી તેમને વધુ પ્રાણપ્રિય લાગેલાં છ કાવ્યમાંથી માત્ર ચાર “શબ્દના સોદાગરને’, ‘તકદીરને ત્રિફનારી”, “ગરજ કોને ?” અને “વર્ષા જ કાવ્ય તરીકે શોભી શકે તેવાં છે, બાકીનાં ઘણાં ગીત “કાવ્ય” નામને પાત્ર લાગતાં નથી. કાવ્યદષ્ટિએ નહિ તે ભાવદષ્ટિએ સારાસારને વિવેક હોવા છતાં કાવ્યો ગ્રંથસ્થ કરતી વેળાએ તેને ઉપયોગ કર્યો નથી, નહિતર તેમને પિતાને જ ભાષણિયા, દૂષિત કે કલુષિત લાગેલાં “ગરીબોદ્ધારની ચાલાકીઓ', “મને વેચશો મા’, ‘ન ધણિયાતી નથી” વગેરેને તેમણે સંગ્રહમાં સમાવેશ ન કર્યો હત બાપુનાં પારણાં' (૧૯૪૩) મેઘાણીનાં ગાંધીજીવિષયક કાવ્યને સમુચ્ચય
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy