SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૪ ] ઝવેરચંદ મેઘાણી [ ૫૪૭ રાષ્ટ્રભક્તિનાં ૨૪ કાવ્યા છે (ઝાકળનું બિંદુ' આ ખંડમાં આગંતુક લાગે છે.) મુક્તિઆંદોલનની ભૂમિકામાં આ કાવ્યા ઊગ્યાં છે, વીર અને કરુણ તેના મુખ્ય રસા છે. મુખ્યત્વે લેાકલયા અને ચારણી છટાઓ ઉપયાાયાં છે. ચારણી છટા વીરરસને ઉપકારક નીવડી છે પણ કરુણને ખેાલકા બનાવીને રાળી નાખે છે. આ ખ'ડની મેાટા ભાગની રચનાઓને લેાકપ્રિયતા મળી છે. આ લાકપ્રિય રચનાઓમાં કવિતાની ઝલક અહીંતહી. વરતાય છે પણ સુવાંગ કાવ્યકૃતિઓ મળતી નથી. મેધાણીની કાવ્યભાવનાના પર્યાયરૂપ બની ગયેલ શીર્ષીક ધરાવતું સંગ્રહનું પ્રથમ ગીત ‘કસુ બીના રગ' જોઈએ : ‘લાગ્યા કસુંબીને। રંગ રાજ; મને લાગ્યા કસુ’ખીને રંગ’ એ ફી લયથી આ ગીત ઊપડે છે. કેન્દ્રીય ભાવ, લય અને ધોળાં ધાવણુ કેરી ધારાએ ધારાએ / પામ્યા કસુંબીના રંગ' જેવી સેન્દ્રિય પ`ક્તિઓને આધારે પાંચ અંતરા સુધી તા ટકી રહે છે પણ છઠ્ઠા અંતરાથી તે કવિની પકડમાંથી છટકી જાય છે. કસુંબીના રંગ દ્વારા કવિને જે ભાવના અભિપ્રેત છે તેની સાથે પીડિતની આંસુડાધાર–હાહાકારે / રેલ્યા કસુંબીના રંગ' અને ધરતીનાં ભૂખ્યાં કંગાલાને ગાલે છલકાયા કસુંબીના રંગ' પક્તિઓના મેળ મળે તેમ નથી. યુગધર્મથી પ્રેરાયેલા કવિએ ગમે તેમ કરીને આ કડીએ અહીં ચેોંટાડી દીધી છે. તેમના ખીન્ન લેાકપ્રિય કાવ્ય તરુણેાનું મનેારાજ્ય'ની પ્રથમ કડી યુવાનેાના તન-મનની ખુમારીને અનુરૂપ થનગનતાં ઘેાડાં અને આભવીંઝતી ગુરુડપાંખનાં પ્રતીકાને કારણે ચેટદાર બની છે. બસ, તેમની શક્તિ અહીં જ ખરચાઈ ગઈ છે. કાવ્ય એક મુક્તકથી આગળ વધતું નથી. ચાર ગાંધીકાન્યામાંથી વિશેષ વખણાયેલુ., રાષ્ટ્રીય શાયર'નું બિરુદ અપાવવામાં નિમિત્તરૂપ છેલ્લા કટારી' ગાંધીજીના મનેામંથનને આબાદ ઝીલતું હેાવા છતાં વાચાળતાને કારણે પ્રાસંગિકતાના સ્તરથી ઉપર ઊંચકાતું નથી. ‘ફૂલમાળ'ની ઉપાડની કડીમાંની સ્મશાનમાં ‘।પાતાં’ રૂખડાંની અને અંતમાંની પહેરીને પળ્યા પાંખણે હે। જી’ની ‘પાંખણે' શબ્દની ‘આયની’ કરુણને ઉચિત ઉઠાવ આપે છે. કાણુ ગાશે’ની સ્રગ્ધરાની સફાઈદાર પ`ક્તિ શી રીતે ગિયા આ અજગર સરીખે! સુપ્ત તાતિંગ દેશ ?'ની અજગર'ની ઉપમા ભારતની વિશાળતા અને આલસ્યવૃત્તિ બન્નેને એકસાથે પ્રગટ કરતી હાવાથી યાદગાર બને તેવી છે. ઐતરાદા વાયરા ઊઠે’તું વેગીલુ” ચિત્ર ‘ભૂરિયાં લહૂરિયાંની આંધી ઉરાડતા / હુહુકાર સ્વરે, કાળ, ઊઠા !' આંખ અને કાન બન્નેને સતપે` છે. ઝંડાવ`દન'માં ભાવનાના જેટલા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy