SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૪]. ઝવેરચંદ મેઘાણી [૫૪૩ પ્રસ્તાવના “પહાડોની ગોદમાં લેખકના જીવનની કેટલીક અંગત માહિતી અને ગદ્યકથાથી ગીતકથાને જુદી પાડનારી રચનારીતિની લાક્ષણિક્તાઓની સમજ માટે ઉપયોગી છે.) “દાદાજીની વાતો' (૧૯૨૭, જેની નવી આવૃત્તિમાં ડોશીમાની વાતો' પણ સાંકળી લેવામાં આવી છે.) અને “રંગ છે બારોટ' (૧૯૪૫)માં બાલભાગ્ય કથાઓ છે. “સેરઠી સંતો (૧૯૨૮) અને “પુરાતન જ્યોત' (૧૯૩૮) બિનસાંપ્રદાયિક લોકસંતેની જીવનકથાના સંગ્રહે છે. રઢિયાળી રાત'(૧૯૨૫, ૨૬, ૨૭, ૪૨)ના ચાર ભાગમાં હવે તે ગુજરાતભરમાં પ્રચલિત થયેલાં લેકગીતે સંપાદિત કર્યા છે. તેની સાથે ક્રમશઃ પહેલો પરિચય, લોકસૃષ્ટિ', “લેકગીતનું બંધારણું', અને “સર્વની રઢિયાળી રાત' એ આસ્વાદમૂલક અને માહિતીસભર પ્રવેશકે જોડાયેલા છે. ત્રીજા ભાગના પ્રવેશકમાંનું વર્ગીકરણ ભૂલભરેલું લાગે છે. “રાસડા”ની જૂજવી જાતેમાં “કથાગીતા'ની સાથે જાતજાતનાં ઊર્મિગીતને પણ સમાવેશ કર્યો છે તે ઉચિત નથી. ચૂંદડી'(૧૯૨૮-૨૯)ના બે ભાગમાં લગ્નગીતોને સંચય છે. હાલરડાં (૧૯૨૮), ઋતુગીતા' (૧૯૨૯), “સેરઠી સંતવાણી' (૧૯૪૭), સરહ્યા દુહા (૧૯૪૭) શીર્ષકમાં સૂચવાયેલા વિષયને લગતા સંગ્રહે છે. લોકસાહિત્યઃ ધરતીનું ધાવણ'(૧૯૩૯, ૧૯૪૪)ના બે ખંડોમાં ઉપર્યુક્ત ગ્રંથોના પ્રવેશકે, અન્ય સંપાદકના ગ્રંથોની પ્રસ્તાવનાઓ અને વ્યાખ્યાનેને સમાવી લેવામાં આવ્યાં છે. “રા. બા. કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે આપેલ વ્યાખ્યાન લોકસાહિત્યઃ પગદંડીને પંથ' નામે ગ્રંથસ્થા થયું છે; તેમાં લોકસાહિત્યની, પ્રાચીનકાળથી શિષ્ટસાહિત્યના ધોરીમાર્ગની સમાંતર ચાલી આવતી પગદંડી તરીકે ઓળખ આપી છે. વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા ના ઉપક્રમે આપેલ વ્યાખ્યાન “ચારણે અને ચારણી સાહિત્ય (ગ્રંથસ્થ : ૧૯૪૩)માં ચારણુજાતિ અને ચારણી સાહિત્યની લાક્ષણિકતાઓને પરિચય આપવામાં આવે છે. ૧૯૪૧-૪રની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે ૧૯૪૩માં મુંબઈમાં આપેલાં પાંચ વ્યાખ્યાને ૧૯૪૬માં લોકસાહિત્યનું સમાલોચન નામે ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. પ્રથમ વ્યાખ્યાન “કશ્યભાષાના સાહિત્યસીમાડામાં નરસિંહરાવનાં વિધાનને નિમિત્ત બનાવીને, કશ્યભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને, પ્રાંતપ્રાંતના લોકસાહિત્યને તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. બીજા વ્યાખ્યાન “ગુજરાતનું લેકસાહિત્ય પ્રગટાવનારાં સંસ્કારબળે'માં લોકસાહિત્યને જન્મ આપનારી તળપદી સેરઠી સંસ્કારિતાને પરિચય આપ્યો છે. ત્રીજા વ્યાખ્યાન કેડી પાડનારાઓમાં ગુર્જર લોકસાહિત્યના
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy