SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી [ ૫૩૭ મારામારીને વખતે, મારો ગોવાળ મને બેલાવી રહ્યો છે. હું રસ્તે નહિ ભૂલું. એના સાદને હું ઓળખું છું. હું બંધહીન નથી એમ કહેવા દેજે.”૧ પત્રને અંતે વતનમાં પાછા વળવાને ઉમળકે અને અધીરાઈ પ્રગટ કરનાર વિલક્ષણ સહી કરી “લિ. હું આવું છું.” નિગૂઢ વતનસાદના દેરાયા કલકત્તાની ઉજજવળ કારકિદી મૂકી બગસરા પાછા આવેલા મેઘાણ ડાક સમય દિશાશૂન્ય બની ગયા. ખેતી, વેપાર, શિક્ષકની નોકરી-શું પસંદ કરવું તેની ગડમથલમાં પડયા. ગડમથલના આ ગાળામાં તેમના ભાવિ જીવનની રેખા આંકનારી ત્રણ મહત્વની ઘટનાઓ બની. એક, નાનપણથી જ તેમના પર વાત્સલ્યભાવ રાખનાર હડાળાના સાહિત્યરસિક દરબાર વાજસૂરવાળાને પરિચય તાજે થયો. વાજસૂરવાળા તેમની ઠાવકી બાનીમાં જૂની લેકકથાઓ કહેતા તેમ જ ખાસ તેમને માટે શોધાવી શેધાવીને વાર્તાકાર, રાવળા, ચારણેને હડાળા તેડાવતા. દરબારની પુત્રીઓ કાઠી લગ્નગીતો ગાઈ સંભળાવતી. આમ લોકસાહિત્યને પાકે રંગ ચડ્યો. બીજું, જેતપુરના ભદ્ર કુટુંબની કન્યા દમયંતીબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ત્રીજુ, વડીલ મિત્ર ગુલાબચંદભાઈના કુટુંબ સાથે નવદંપતીએ સૌરાષ્ટ્રનાં ભિન્નભિન્ન સ્થળોનો પ્રવાસ કર્યો. આ પ્રવાસના પરિણામે મોતીની ઢગલીઓ', “અમરરસની પ્યાલી, અને “રાને પિકાર” લેખ લખાયો. જીવનની કેાઈ ધન્ય ક્ષણે તેમણે “ચોરાને પિકાર' નવ માસ પૂર્વે જ નીકળેલા સાપ્તાહિક સૌરાષ્ટ્ર પર મોકલી આપ્યો. તે લેખથી પ્રભાવિત થઈને તંત્રી અમૃતલાલે તેમને રાણપુર તેડાવીને સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાં સ્થાન આપ્યું. ૧૯૨૨માં દિશાશૂન્ય મેઘાણને પિતાને યોગ્ય દિશા સાંપડી ગઈ. “સૌરાષ્ટ્રના ઉપક્રમે તેમની સાહિત્યિક કારકિદી વિકસી. ટાગોરની કથા એ કાહિની'નું તેમનું રૂપાંતર અને તેમનું પ્રથમ પુસ્તક “ડોશીમાની વાતો'ય પ્રગટ થયાં. પ્રવાસને માટે મોકળાશ મળતાં સપ્તાહના ત્રણ દિવસે શુક્ર, શનિ, રવિમાં ઠેરઠેર ભટકીને ભેગી કરેલી લોકસાહિત્યની સામગ્રીમાંથી “સૌરાષ્ટ્રની રસધાર’ વગેરેને ઘાટ ઘડાયો. ‘મિસરને મુક્તિસંગ્રામ', “હંગેરીને તારણહાર', “સળગતું આયર્લેન્ડ વગેરે પુસ્તિકાઓ લખાઈ. ૧૯૨૬માં પત્રકારત્વને કાવાદાવાથી કંટાળીને થોડોક સમય નિવૃત્તિ લીધી. ૧૯૨૮માં લોકસાહિત્યના સંશોધન માટે “રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયે. ૧૯૩૦માં સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં જોડાવાના પાયા વગરના આરોપસર બે વિરસની કેદની સજા પામ્યા. ૧૯૩૨માં રાજકીય કારણોસર “સૌરાષ્ટ્ર બંધ થતાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy