SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૩ ] ધૂમકેતુ [૫૧૧ ‘પૃથ્વીશ' ૧૯૨૩માં અને પહેલી ઐતિહાસિક નવલકથા 'ચૌલાદેવી' ૧૯૪૦માં પ્રગટ થઈ હતી. ઈ. ૧૯૨૩થી તેએ અમદાવાદમાં સ્થિર થયા. પહેલાં તે શેઠ અંબાલાલ સારાભાઈની ધી રીટ્રીટ' બ ́ગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાર બાદ ૧૯૨૫થી સર ચીનુભાઈ ખૈરેતેટની ‘શાંતિકુ ંજ' બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નાકરીનું સ્થળાંતર કર્યું અને ત્યાં નેકરીમાં સ્થિર થયા. આ ખાનગી શાળા સાથે દર ઉનાળે ભારતનાં જુદાંજુદાં સ્થળાએ પ્રવાસ કરવાનું ધૂમકેતુને બન્યું હતું. એ પ્રવાસના અનુભવા એમની ટૂંકી વાર્તાના લેખનમાં કચારેક કાચી સામગ્રીરૂપ બની રહેતા. રણજિતરામ સુવર્ણ ચંદ્રકના ધૂમકેતુએ ઈ. ૧૯૩૫માં અસ્વીકાર કર્યો. ઈ. ૧૯૪૮થી ૧૯૫૩ સુધીનાં પાંચ વર્ષના ગાળામાં થયેલા ઉત્તમ સર્જનલેખે આત્મકથા ‘જીવનપ’થ' (૧૯૫૩) માટે એમને નદ સુવણુંચંદ્રક મળ્યો હતા. ૧૯૪૪માં વડાદરા મુકામે મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ બન્યા. ૧૯૫૩માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે એમના ષષ્ટિપૂર્તિ સમારંભ યાજ્ગ્યા હતા. ૧૯૫૭-૫૮માં ભારતની સાહિત્ય અકાદમીના ગુજરાતી ભાષાના સલાહકાર ખેામાં કામગીરી બજાવી. રશિયા જવા માટે ૧૯૫૮માં મળેલા આમંત્રણને એમણે સવિનય અસ્વીકાર કર્યાં હતા. મેાટા ભાગના સમય વાચન અને લેખનપ્રવૃત્તિમાં વિતાવતા આ એકલવિહારી લેખકનું મૃત્યુ ઈ. ૧૯૬૫ની ૧૧મી માર્ચે થયું. સાહિત્યસર્જન અર્વાચીન ગુજરાતના એક સુકીર્તિત લેખક ધૂમકેતુએ ગદ્યસાહિત્યનાં ધણાં સ્વરૂપે ઉપર હાથ અજમાવ્યા છે. ટૂંકી વાર્તા, નવલકથા, નાટક, આત્મકથા, જીવનકથા, પ્રવાસ, જીવન તેમ જ સાહિત્ય વિશે વિચારણા રજૂ કરતા નિબધા, નિબંધિકા, બાળકા અને પ્રૌઢા માટેની બહુસંખ્ય રચના સાહિત્યકાર ધૂમકેતુની બહુમુખી પ્રતિભાના નિર્દેશ કરે છે. પરંતુ ધૂમકેતુની કીર્તિદા રચના એમની ટૂંકી વાર્તાઓને યેાગ્ય રીતે જ ગણવામાં આવે છે. મેાટે ભાગે ગાંધીયુગ દરમિયાન એમની કૃતિઓ રચાઈ અને પ્રગટ થઈ. પરંતુ ધૂમકેતુને ગાંધીપ્રભાવના લેખક કહી શકાશે નહિ. આમ છતાં, ગાંધીજીએ પ્રખાધેલી ઉન્નત જીવનભાવનાઆથી તેઓ વિમુખ તા નહેાતા રહ્યા. દેશની આઝાદી પ્રાપ્ત થઈ એ પછીના ગાળામાં ધૂમકેતુએ ઠીક પ્રમાણમાં લખ્યુ છે. અનુસ્વાતંત્ર્યકાળના આધુનિક
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy