SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શ્ર. ૧૨] રમણલાલ દેસાઈ [ ૪૯૯ ભાગે આવે છે. સંકલના શિથિલ છે અને ઘટનાએ અપ્રતીતિકર લાગે છે. અનંતરાય રાવળના શબ્દોમાં, “એનાં વસ્તુ તથા સંકલના અદેષ નથી. મુખ્ય વસ્તુ થા.. અને કાર્યાં વેગ ધીમેા છે.' ('સાહિત્યવિહાર', ઈ. ૧૯૪૬, પૃ. ૨૦૭) ‘અંજની’ (૧૯૩૮)માં પણ એમનાં અગાઉનાં નાટકના દોષ પ્રગટ છે. ફરી અનંતરાયનું એક મહંતવ્ય ટાંકીએ તાઃ “આવેશભર્યા સંવાદ, દિલ ધડકાવતા બનાવે, રસિક શૃંગારનાં દૃશ્યા, ‘કૅામિક' નામથી ધધાદારી રંગભૂમિને માનીતું થઈ પડેલું હાસ્યતત્ત્વ અને ગીતા એમનાં નાટકોનાં મુખ્ય લક્ષણા તે અંગ ખની ગયાં છે.” (એજન, પૃ. ૨૦૬) નાટકમાં ગીતાની આવશ્યકતા માટે તેમજ સ્વગતાક્તિ અંગે રમણલાલ આગ્રહી છે. એમનાં નાટકામાં એ બંને અગા વિપુલપણે પ્રગટ થતાં દેખાય છે. ‘અંજની'ની પ્રસ્તાવનામાં તેમણે નાંધ્યું છે : નાટકમાં યેાગ્ય સંગીતની ગૂ થણી, asides અને soliloquy—સ્વગતની રચના, અને પ્રવેશ દ્વારા યાાતા સમય સંકલનાના ઉપયોગમાં હું માનું છું. – પશ્ચિમની રચના અને તેના ભણકારા સમી કંઈક સુંદર ગુજરાતી નાટક રચનાએ પ્રત્યે ખૂબ સદ્ભાવ ધરાવતા હેાવા છતાં અને પશ્ચિમના કલાકારા પણ એ રચનાએ વ ગણે છે એમ મનાતુ હેાય તા તે ભૂલ છે.' (પૃ. ૯) ‘પરી અને રાજકુમાર' (ઈ. ૧૯૩૮), ‘તપ અને રૂપ' (ઈ. ૧૯૫૦), ‘ઉશ્કેરાયેલા આત્મા' (ઈ. ૧૯૫૪) તથા ખીજા કેટલાક એકાંકીસંગ્રહે! પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. એકાંકીને તે સુશ્લિટ આકૃતિમાં બાંધી શકયા નથી. જેમ ટૂંકી વાર્તામાં તેમ એકાંકીમાં પણ એમની બાંધણી શિથિલ જ રહે છે. વક્તવ્યને કલાત્મક રીતે રજૂ કરવાની તેમની અશક્તિ વાર્તામાં તેમ જ એકાંકીમાં તરત નજરે ચડે છે. એમને વિસ્તારથી જ વાત રજૂ કરવાનુ ફાવે છે. લાઘવના ગુણને અભાવ તેમની લગભગ બધી જ કૃતિઓમાં દેખાય છે. તેમનાં કેટલાંક એકાંકી રૂપક તરીકે પ્રતીત થાય છે. કેટલાંકમાં સામાજિક કટાક્ષ છે. એકાંકીમાં પણ ગીતા મૂકવાની પદ્ધતિ તેમણે અપનાવી છે. ‘પરી અને રાજકુમાર' તે। સંગીતરૂપક જેવું બની રહે છે. એમનાં એકાંકી ઘણુંખરું સંવાદેાથી આગળ વધતાં નથી. એમાં સોંઘર્ષના તત્ત્વ પર તેમની ખાસ નજર જ ન હેાય તેવી છાપ ઊઠે છે. કેટલાંક એકાંકીમાં તા વસ્તુખીજ (theme) પણ નાટયક્ષમ નથી લાગતું. અલબત્ત એમની વિનેદવૃત્તિને કારણે એમનાં કેટલાંક એકાંકી આસ્વાદ્ય બને છે. ઉશ્કેરાયેલા આત્મા' એ સાદ્યંત વિનાદ પીરસતું સરસ એકાંકી છે. કવિની તેમાં સારી વિડંબના છે. કુંવરજી દેસાઈ' અને ‘લાલા પટેલની લાયખરી' પ્રચારમાં સરી પડતી રચનાઓ છે. આ ઉપરાંત ‘પુષ્પાની સૃષ્ટિમાં' (૧૯૫૨), ‘કવિદ’ન’ (૧૯૫૭), બૈજુ બાવરા' (૧૯૫૯), ‘વિદેહી' (૧૯૬૦) જેવી નાટયકૃતિએ પણ એમણે આપી છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy