SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૨] રમણલાલ દેસાઈ [ ૪૯૧ શાલીનતા સ્મરણીય છે. તેને લેખકે ગણિકા ક૯પી છે, પણ નથી એનામાં લઘુતાગ્રંથિ કે નથી ગણિકાના જીવનમાં જોવા મળતી અશ્લીલતા – બીભત્સતા. લેખકે નજાકતથી એના અંતરની શ્રી પ્રગટ કરી છે. ગણિકા વિશેની આ નવલકથામાં તેમણે ઘટનાઓને આલેખનમાં કે ગણિકાઓનાં વર્ણનમાં કયાંય સુરુચિને ભંગ થવા દીધું નથી. તદુપરાંત સામાજિક અનિષ્ટ પર એમની મર્માળી વિવેચના પણ વિચારપ્રેરક છે. ખાસ કરીને રજનીકાંતના પાત્ર દ્વારા તેમણે એ પ્રજન સફળ રીતે પાર પાડયું છે. રાજા શેઠ જેવા સમાજના દંભી, બદમાશનું પાત્ર એમના કટાક્ષનું સારું નિશાન બને છે. “પૂણિમા'માં લેખકની કટાક્ષકલાને ખીલવાને સારે અવકાશ મળ્યો છે. વાચકેનું કુતૂહલ સાવૅત જાળવવા માટે તેમણે શિવનાથ શાસ્ત્રીનું રહસ્યમય પાત્ર રચ્યું છે. વાચકેના મનોરંજન માટે તે એમની ઠગ', “જયંત', જેવી આરંભની નવલકથાઓથી જ એકાદ ભેદી પાત્ર જવાની તરકીબ અજમાવતા રહ્યા છે. “જયંત, શિરીષ', “સ્નેહયજ્ઞ” અને બીજી અનેક નવલકથાઓમાં તેમની આ રીતિ જોવા મળે છે. પણ કેટલીક વાર એ પાત્રના વર્તન-વહેવારની રીત અથવા એ પાત્રની આસપાસ વીંટળાયેલું રહસ્યનું જાળું પ્રતીતિકર બનવાને બદલે તેમની વાર્તાકલાને હાનિ પહોંચાડે છે. જેમ કે “ભારેલો અગ્નિ'માં રુદ્રદત્ત જેવા એક ગુજરાતી બ્રાહ્મણના જીવનની આસપાસ તેમણે જે પડદે ર છે, તેમને એક ક્રાંતિકારી સેનાપતિ તરીકે કશ્યા છે, પરદેશ સાથે તેમના છૂપા સંબંધે સૂચવ્યા છે અને અંતે એ બધામાંથી નિવૃત્ત થઈ ગાંધીજીની ફિલસૂફી ઉચ્ચારે છે ને આચરે છે, – આ બધું સત્તાવનના સંગ્રામને સંદર્ભ જોતાં સુસંગત નથી લાગતું. કોકિલા'માં જુગલકિશોરનું પાત્ર કુશળતાથી ચીતરાયું છે. તેમ છતાં એ જ પાત્ર રશ્મિ, જુગલકિશોર અને નાથબાવા એમ ત્રણ રૂપે પ્રગટે છે. અને એ રીતે ભેદનું વાતાવરણ લેખક ઉપજાવવા માગે છે, પણ તે વાસ્તવિક નથી લાગતું. પૂર્ણિમા'માં શિવનાથ શાસ્ત્રી એવું ભેદી પાત્ર છે. પદ્મનાભ વકીલની બહેન નારાયણને એ સંસ્કૃત શીખવતાં તેના પ્રેમમાં લુબ્ધ બની તેને શિયળ ભંગ કરે છે અને પછી પશ્ચાત્તાપથી પીડાઈને દૂર તીર્થધામમાં ચાલ્યા જાય છે. નારાયણી એમની પ્રતીક્ષા કરીને થાકીને છેવટે ગણિકાનો વ્યવસાય સ્વીકારે છે. વર્ષો પછી શિવનાથ પશ્ચાત્તાપથી પુનિત થઈને નારાયણ સાથે લગ્ન કરવા ઈચ્છે છે. પણ તેને ગણિકા થઈ ગયેલી જોઈ લગ્ન માટે અનિચ્છા વ્યક્ત કરે છે અને રોષે ભરાયેલી નારાયણીની લાત પામે છે. એમના આ પૂર્વજીવન પર અંધારપટ છે. પણ અંતે એ પોતે જ રાજેશ્વરીના પિતા છે તે રહસ્ય છતું થાય છે. અને એમની પ્રેરણા અને સહાયથી જ, અને અલબત્ત નારાયણના ઊલટભર્યા સહકારથી અવિનાશનું રાજેશ્વરી સાથેનું લગ્ન શક્ય બને છે. “ પૂર્ણિમા” એક પ્રશ્નકથા છે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy