SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ ] ગુજરાતી સાહિત્યનેા ઇતિહાસ [ચ. ૪ – - એ શકય છે. અતિશય લખાણુ એ જ એક કલાવિરોધી તત્ત્વ બની જાય, દુનિયામાં વિપુલ કદની નવલકથા નથી લખાઈ એમ નથી. વિસ્તાર એ નવલકથામાં દેષ જ છે એમ પણ નથી. કથામાં લંબાણુ આવશ્યક બલકે અનિવાર્ય છે કે નહિં અને લખાણ કલાતત્ત્વાને અળપાવી દે છે કેમ એ અગત્યના પ્રશ્ન છે. ગ્રામલક્ષ્મી'ની કથા વિશે લેખકના અંદેશા · ભય સાચા છે - ખાસ કરીને ચોથા ભાગની બાબતમાં. એ અંતિમ ખંડ ગાંધીવાદ અને સામ્યવાદની ચર્ચાએથી ખચિત થઈ ગયા છે. વાર્તાકારની જે એક મેાટી મર્યાદા, વાર્તાપ્રવાહને અવરોધીને પેાતાનાં નિરીક્ષણા મખલકપણે વેરવાની, તે અહીં પરાકાષ્ઠાએ પહેાંચી છે. વાર્તાકાર પેાતાની કૃતિમાં જીવન વિશે કે જગત વિશે પેાતાનાં મંતવ્યા કે સમીક્ષાએ મૂકે તે સામે ભાગ્યે જ વાંધા લઈ શકાય. કાઈ પણ કલાકૃતિ લેખકના જીવન—જગત વિશેનાં મૂલ્યેાથી રહિત હાઈ શકે નહિ. સાહિત્યમાં જીવનમીમાંસા પ્રગટયા વિના રહેતી નથી. અલબત્ત સર્જકના એ અધિકાર માન્ય રાખ્યા પછી પ્રશ્ન એ મીમાંસા પ્રગટ કરવાની પદ્ધતિ બાબત ઊભા થાય છે. ઔચિત્યની દૃષ્ટિએ જ એને વિચાર થવા ઘટે. રમણલાલની નવલકથામાં ઘટના અને નિરીક્ષણા એકસાથે જ ચાલ્યા કરે છે, એમણે વાર્તાની વચમાં વેરી મૂકેલાં સુવાકયોનું ‘સુવર્ણરજ' નામે દળદાર પુસ્તક પણ સ ́પાદિત થયુ છે. એટલે રમણલાલનાં સુવાકયો અને જીવનનરીક્ષણા લેકપ્રિય નીવડચાં નથી એમ તા નહિ કહી શકાય. લેખકના એમાં જીવન વિશેના વિશાળ અનુભવ અને ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજકારણ, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્રના સ્વાધ્યાય છલકાય છે. એમની નિરીક્ષણુશક્તિને પણ તેમાં પરિચય થાય છે. એમની આ સમીક્ષાએ કેટલીક વાર એમના સુંદર ગદ્યના પણ આસ્વાદ કરાવે છે. એમાંની વિનેાવૃત્તિ તા ઘણા બધા વાચાને પ્રસન્ન કરી શકી છે અને એમાંની વક્રોક્તિ પણ આસ્વાદ્ય હેાય છે. ટૂંકાં સૂત્રાત્મક વાકયો દ્વારા કેટલીક વાર લેખક સાંપ્રત યુગના પ્રશ્નો પર વેધક પ્રકાશ નાખે છે. રમણલાલની નવલકથામાં કારેક ઉત્તમ વિચારણા આસ્વાદ્ય બને છે ખરી પણ દરેક ઘટના વિશે પણ તે પેાતાનું મંતવ્ય આપવામાં ઉદારતાથી' પ્રવર્તે છે ત્યારે બુદ્ધિશાળી વાચકને તા ત્રાસ જ થાય છે. ઘણી વાર એમનાં વિધાના અતિવ્યાપ્તિના દોષવાળાં હેાય છે અને લેખકના વિચારક તરીકેના સ્તર વિશે પણ વિચાર આવે છે. કેટલીક વાર તા એમની નવલકથાઓમાં પાનાં ભરીને આવી વિચારણાઓ પ્રગટ થઈ છે અને ગ્રામલક્ષ્મી' નવલકથાને હાનિ પહેાંચાડવામાં એમની નિબંધાત્મક વિચારણાઓને મેાટા ફાળા છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy