SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચ. ૪ બેત્રણ વસ્તુઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એક તે એમની લગભગ દરેક કતિમાં શિષ્ટ, મિષ્ટ મુલાયમ પ્રેમની મધુર કથા ગૂંથાયેલી હોય છે. વાર્તા અતિહાસિક હોય કે સત્યાગ્રહની ચળવળની હેય પણ એમાં પ્રેમચિત્ર ઊપસી આવ્યા વિના રહેતું નથી. ભારેલે અગ્નિમાં ગૌતમ અને કલ્યાણીના પ્રેમની કથાને તંતુ ઐતિહાસિક ઘટનાની વચ્ચે પણ ધ્યાન ખેંચ્યા વિના રહેતું નથી. દિવ્યચક્ષુ'માં અસહકારની લડતના પ્રસંગોની વચમાં અરુણ અને રંજનના પ્રેમની ચિત્રાવલી ઊપસી આવે છે. રમણલાલની નવલકથાઓમાં પ્રેમઘટનાનું નિરૂપણ વૈવિધ્યભર્યું નથી એ તેમના પર નવલરામ ત્રિવેદી અને વિશ્વનાથ ભટ્ટ જેવા વિવેચકોને આક્ષેપ છે અને એ આક્ષેપ ખોટ નથી. એમની પહેલી નવલકથા 'જયંતીથી શરૂ કરીને ત્યાર પછીની ઘણુ નવલકથાઓમાં લેખકે એક સ્ત્રી અને બે પુરુષ અથવા એક પુરુષ અને બે સ્ત્રી વચ્ચે પ્રેમત્રિકેણુ જૂજ ફેરફાર સાથે નિરૂપે દેખાય છે. “જયંત'માં જયંત સાથે દક્ષા અને સ્ના એ બંને બહેને પ્રેમમાં છે, “કોકિલા'માં જગદીશ પરણેલે છે છતાં બીજી એક સ્ત્રી – વિજયા – તેના પ્રેમને ઝંખે છે. “સ્નેહયજ્ઞમાં કિરીટના પ્રેમ માટે મીનાક્ષી અને ચમેલી વચ્ચે સ્પર્ધા છે. “દિવ્યચક્ષુ'માં અરુણને મેળવવા માટે રંજન અને પુષ્પા આતુર છે. “જયંત'માં દક્ષા ઈર્ષ્યાભર્યા ઝનૂનથી એની નાની બહેન સ્નાને છરાથી મારવા જાય છે. પણ જયંતના આકસિમક પ્રવેશથી છેવટે આખી ઘટનાને નવો જ વળાંક મળે છે અને દક્ષા નાની તરફેણમાં જયંતના માર્ગમાંથી ખસી જાય છે. અલબત્ત આ પ્રકારની ઘટના ગુજરાતી સમાજમાં કેટલી સંભવિત તે એક વિચારવા જેવો પ્રશ્ન ખરે. ‘કિલા’માં કુસુમ સાથે લગ્ન કરવા ઈચ્છનારા બે ઉમેદવાર છે. પરંતુ કુસુમ રમેશને પસંદ કરે છે, અને મનહર બીજી યુવતી સાથે લગ્ન કરી પત્નીનું નામ કુસુમ રાખીને સંતોષ માને છે. નિષ્ફળ પ્રેમી અથવા પ્રેમિકા પોતાના ગત પ્રેમનું કોઈક સંભારણું સાચવવા માગે એવી ઘટનાનું નિરૂપણ કરવાનું રમણલાલને રુચિકર લાગે છે. “દિવ્યચક્ષુ'માં પુષ્પો એની સખી રંજનને, અરુણ પાછે સોંપી દે છે; પણ એનું પહેલું બાળક જન્મે તે પિતાને માટે માગી લે છે. રમણલાલની નવલકથાઓમાં પ્રેમીઓ માટે પ્રેમને માર્ગ ભલે નિષ્ફટક નથી હેતે તથાપિ એમને એ માર્ગમાં અતિ દારુણ કષ્ટ વેઠવાનાં આવતાં નથી. પ્રેમી પાત્રોની ત્રિપુટી વચ્ચે સંઘર્ષ મોટે ભાગે આછોપાતળા જ રહે છે. રમણલાલને પ્રેમી પાત્રો પારાવાર વિપત્તિ વેઠે એવું કદાચ ઇષ્ટ નથી. મુનશીની નવલકથાઓમાં તે પાત્રોને પ્રેમપ્રાપ્તિ માટે સીધા આકરાં ચઢાણ ચડવાનાં આવે છે. પ્રેમીઓ પોતાના પ્રેમપાત્ર માટે ઝૂરે છે, રિબાય છે, રહેંસાય છે અને પ્રેમને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy