SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [. ૪ હજી સુધી લખાયું નથી, તેથી આ પુસ્તક લખવામાં અને પ્રસિદ્ધ કરવામાં કાઈ જાતની ક્ષમાયાચનાની જરૂર નથી' એવી પ્રસ્તાવના-નેાંધમાં પેલી પૂ"સજ્જતાથી સ્થિર થયેલા આત્મવિશ્વાસ છતા થાય છે. શુદ્ધ અતિહાસિક દષ્ટિ'ને કેન્દ્રમાં રાખીને આ પુસ્તકમાં એમણે ભરતાદિ ગ્રંથકર્તાએ, એમના મહત્ત્વના ગ્રંથા તથા રૂપકપ્રકારો, ઉપરૂપકેા, વસ્તુ, રસ, અભિનય આદિ ઘટકાને નિરૂપતા સિદ્ધાન્તા — એવા વિભાગીકરણથી નાટયશાસ્ત્રના વિવરણાત્મક પણ લાઘવપૂર્ણ પરિચય કરાવ્યા છે. ઉપરૂપાની વિગતા દર્શાવતું માહિતીપૂર્ણ કાષ્ટક, ગ્રંથપરિચયની સાથે એના પ્રકાશનાદિની આવશ્યક બાબતાની નાંધ અને ગ્રંથસૂચિથી એમણે પુસ્તકની ઉપયોગિતા વધારી છે. આ આખા પ્રયાસ એમની ચેાકસાઈ અને તર્કબદ્ધ વિચારણાની તથા એમના પાંડિત્ય અને શિક્ષકત્વની પ્રતીતિ કરાવનારા બન્યા છે. = ૧૯૫૬માં વડાદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં આપેલાં વ્યાખ્યાને સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો'(૧૯૫૮)માં રસાભાસના સ્વરૂપ અને અલંકારની વ્યંગ્યતાની ઝીણી ચર્ચા છે. મમ્મટે કેવળ વ્યંગ્યપ્રધાનત્વને ઉત્તમ કાવ્યના ધારણ તરીકે સ્વીકાર્યુ છે એની સામે પોતાના મતભેદ નિર્દેશી, ઉત્તમ કાવ્યમાં ઔચિત્યની અનિવાર્યતા દર્શાવી આપીને અનૌચિત્ય એ રસાભાસનું મૂળ છે એવુ પ્રતિપાદન એમણે કયુ` છે. ગુજરાતી કવિતામાંથી પણ ઘણાં ઉદાહરણા લઈ કાવ્યના વિભિન્ન ઘટાને સંદર્ભે ઔચિત્ય-અનૌચિત્યની ખૂબ વિશદ ચર્ચા કરી છે. અને અનૌચિત્યને લીધે વ્યંગ્ય નહિ પણ વ્યંગ્યનેા આભાસ જ મળતા હેાય છે એમ દર્શાવીને, ‘આપણે વસ્તુને વસ્તુ તરીકે અને આભાસને આભાસ તરીકે જાણી લેવા જોઈએ'૨૯ એવું ખૂબ સ્પષ્ટ તારણ આપ્યું છે. એમને નીતિવાદી દષ્ટિક્રાણુ પણ ઔચિત્ય વિશેના એમના આ ખ્યાલમાં દેખાય છે. અલંકારની વ્યંગ્યતા તપાસતાં અલંકારના વ્યાવક તત્ત્વ તરીકે કલ્પનાવ્યાપારની પ્રતિષ્ઠા કરીને એમણે કલ્પનાના અભાવવાળા અલંકારને અલંકાર જ ન ગણવાની હિમાયત કરી છે. આ ઉપરાંત ‘કાવ્યવિવેચન’(૧૯૪૯ )માંના ‘કાવ્યસ્વરૂપ' અને ધ્વનિના પ્રભેદેા' જેવા લેખામાં પણ એમણે સંસ્કૃત કાવ્યવિચારને વિશદ રીતે મૂકી આપવાની અને એમાંથી મહત્ત્વનાં પ્રતિપાદના નિપજાવી આપવાની દૃષ્ટિ રાખી છે. આમ, આ બધામાં ભારતીય કાવ્યવિચારણાના મૂળગામી પરિચય મળવાની સાથે એની દ્યોતક સમાલાચના પણ પ્રાપ્ત થાય છે. કાવ્યપ્રકારાની વિચારણા : અર્વાચીન કાવ્યપ્રકારાના વીકરણમાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy