SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૧] વિષ્ણુપ્રસાદ ત્રિવેદી [૪૬૫ નથી. એમના વિવેચનેમાં એક સદા વિસ્મિત અને સ્પદનશીલ કવિજીવને સ્પર્શ સતત વરતાયા કરે છે એને તંતુ આવાં પ્રારંભિક સર્જનાત્મક લખાણમાં કંઈક અંશે જોઈ શકાય. વિવેચન પ્રથમ વિવેચનસંગ્રહ “વિવેચના'(૧૯૩૯)થી જ એમની તાજગીપૂર્ણ, સૌંદર્યદશી કૃતિસમીક્ષાઓ તથા સર્જકે પરના એમના માર્મિક અભ્યાસો ધ્યાનપાત્ર બનેલાં. એ પછી “પરિશીલન' (૧૯૪૯), “ઉપાયન' (૧૯૬૧) અને “સાહિત્યસંસ્પર્શ (૧૯૭૯)ના વિવેચનલેખેમાં એમનાં પ્રૌઢ સૌંદર્યદષ્ટિ, પરિષ્કત રુચિ, તેજસ્વી અને મૌલિક વિચારણા અને ઊંડા તત્ત્વવિચારની પ્રતીતિ કરાવતી વિવેચન-સાધનાને અલાદક પરિચય મળી રહે છે. ૧૯૪૬માં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનેના ગ્રંથ “અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'(૧૯૫૦)માં સુધારક અને પંડિતયુગની અનેક દેશીય વિચારણાનું સર્વેક્ષણમૂલ્યાંકન છે અને ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં વ્યાખ્યાને “ગવર્ધનરામ – ચિંતકને સર્જક(૧૯૬૩)માં ગોવર્ધનરામના શક્તિવિશેષોની મર્મદર્શ વિચારણું છે. આ બંનેમાં એમની સહૃદયવૃત્તિ તથા પર્યેષક દૃષ્ટિનાં દર્શન થાય છે. તત્વવિચારઃ વિષ્ણુપ્રસાદની તત્વવિચારણા કવિતાકળાની વિશેષતાને, સર્જકના આંતરિક ભાવવિશ્વના રહસ્યદર્શનને તથા કાવ્યના ભાવન-આસ્વાદનની પ્રક્રિયાને કેન્દ્રમાં રાખીને ચાલી છે. એના સંદર્ભે જ વિવેચનને સ્વરૂપ અને કાર્ય પ્રદેશ અંગે, વિવેચકના કર્તવ્ય વિશે, કાવ્યમૂલ્ય અને અનુભાવના વિશે તેમજ સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવો વિશે એમના પ્રતિભાવાત્મક, ક્યારેક ઊહાપોહ જન્માવનારા વિચારો વ્યક્ત થતા રહ્યા છે. ઉત્તમ કૃતિઓના પરિશીલનથી રૂચિ ઘડાયેલી હોય એવી આંતરિક સજજતા જ વિવેચક માટે પર્યાપ્ત છે, પછી તે વિવેચકનું અખંડ વ્યક્તિત્વ વિવેચન-વિષયથી સહજ ફુરી આનંદપર્યવસાયી, સત્યપ્રતિપાદક ને સૌષ્ઠવયુક્ત વિવેચનમાં પ્રગટ થતું રહે – એવો વિવેચન વિશેને એમને ખ્યાલ રહ્યો છે. વિવેચન પાંડિત્યભારથી લદાયેલું નહિ પણ કલાકૃતિના સાક્ષાત અનુભવને આનંદથી ધબકતું હોય એ એમને ઈષ્ટ છે. આ આખોય દૃષ્ટિકોણ કૌતુકરાગી વિવેચનને છે. એથી, વિશ્વનાથ ભટ્ટની જેમ કે આક્રમક અભિનિવેશથી વિવેચનને સર્જનથી પણ ચડિયાતું ગણાવવાની હદે એ ગયા નથી, તેમ છતાં વિવેચનને એક સર્જનાત્મક આવિષ્કાર લેખવા તરફ એમને પક્ષપાત રહ્યો જ છે. ૨૪ ગુ. સા. ૩૦
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy