SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ (ચં. ૪ તેજસ્વી શિલી પછી ઝાંખી પડી છે, લખાવટમાં પીઢતા આવવાને બદલે ઘણું વાર શિથિલતા આવી છે. એટલે “ચેતન”, “ગુજરાત” અને “કૌમુદી'કાળના –ને “માનસી”નાં કેટલાંક વર્ષો સુધીના સમયના – વિજયરાયનું એક તેજસ્વી પત્રકાર અને વિચક્ષણ સાહિત્યકાર તરીકેનું કામ ચિરસ્થાયી મૂલ્યવાળું છે. રસિકલાલ છોટાલાલ પરીખ (૧૮૯૭) સાહિત્યસર્જન અને વિવેચન ઉપરાંત તત્ત્વજ્ઞાન, પુરાતત્વ, ઇતિહાસચિંતન, સંશોધન અને અનુવાદ-સંપાદન એમ બહુવિધ ક્ષેત્રે રસિકલાલ પરીખનું પ્રદાન ઘણું મૂલ્યવાન રહ્યું છે. જ્ઞાનની આટલી બધી શાખાઓ ઉપર નોંધપાત્ર અધિકાર ધરાવતી હોય એવી પ્રતિભા આપણે ત્યાં વિરલ જ ગણાય. ગાંધીયુગીન સારસ્વત પેઢીમાં, આમ, તે એક વિશિષ્ટ અને ગૌરવવંતું સ્થાન ધરાવે છે. એમને જન્મ સાદરામાં ૧૮૯૭ની ૨૦મી ઑગસ્ટે. પિતા સાદરામાં વકીલ હતા. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવી પિતાની ઈચ્છાથી પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં જોડાયા. ૧૯૧૮માં બી.એ. થયા પછી એમને “કપેરેટિવ સ્ટડી ઑવ રિલિજિયન ઍન્ડ ફિલોસેફી'ની શંકરાચાર્ય સેમિનારમાં ફેલોશિપ મળી, પૂનામાં અત્યંકર શાસ્ત્રી, પટવર્ધન, રાનડે વગેરે જેવા વિદ્વાન અધ્યાપક પાસે સંસ્કૃત-અંગ્રેજી સાહિત્ય અને ફિલસૂફીનો અભ્યાસ કરેલો એના ઘણું ઊંડા સંસ્કારો એમના ચિત્ત પર પડેલા. એનાં પરિણામો ભારતીય તત્વજ્ઞાન પરનાં એમનાં અંગ્રેજી લખાણમાં તરત દેખાતાં ગયાં. જિનવિજયજીના સંપર્ક ઈતિહાસ અને વ્યાકરણ તરફ પણ એમની રુચિ વળતી ગઈ. એમની પાસે એમણે પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કર્યું અને પૂનાની ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટટમાં હસ્તલિખિત પ્રતાનું વર્ણનાત્મક કૅટલેગ (૧૯૧૯માં) તયાર કર્યું. પંડિત સુખલાલજીને પરિચયે દર્શનશાસ્ત્રના અભ્યાસની ઊંડી આકાંક્ષા એમનામાં જગાડી. ૧૯૨૦ આસપાસ અમદાવાદ આવી ગુજરાતી કેળવણી મંડળની શાળામાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથી ઘનિષ્ઠ બનવા માંડેલી રામનારાયણ પાઠક સાથેની મૈત્રી એમના સાહિત્યજીવનની એક મહત્વની ઘટના બની ગઈ. ૧૯૨૧માં તે ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્વ મંદિરના આચાર્ય તરીકે જોડાયા. અહીં પુરાતત્વ સૈમાસિકના સંપાદક તરીકે –અને પછી કેટલોક વખત “પ્રસ્થાન” અને “યુગધર્મના સહતંત્રી તરીકે- એમણે, અભ્યાસકાળથી મેળવેલી શાસ્ત્રીય શિસ્તને અને એમની રસજ્ઞ વિદ્વત્તાને ઉત્તમ પરિચય કરાવ્યું. એ દરમ્યાન એમનું સાહિત્ય તેમ જ સંશોધન-વિવેચન અંગેનું અધ્યયન અને લેખન ગતિશીલ બન્યું. ૧૯૩૦
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy