SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (ચં. ૪ પ્રવાસ : “ખુશ્કી અને તરી (૧૯૩૩) કરાંચી અને રંગૂનના એમના પ્રવાસનું પુસ્તક છે. સામાન્ય પ્રસંગ કે પરિસ્થિતિ માંથી પણ કોઈ રસપ્રદ અંશ ખોળી કાઢી એનું નર્મ-મર્મયુક્ત આલેખન એની વિશેષતા છે. મહદ્ અંશે આત્મલક્ષી નિરૂપણ કરતા આ પુસ્તકમાં સ્થળસૌદર્યને કેાઈ વિશેષ ઝિલાયો નથી – કદાચ એવી શક્યતા પણ નહીંવત્ હતી પરંતુ પ્રજાની ખાસિયતોને ક્યાંક ક્યાંક એમણે નિરૂપી છે. લેખક જ્યાં માહિતી આપવા ગયા છે ત્યાં લખાવટ કંઈક શુષ્ક બની છે. એ સિવાય રજૂઆત રુચિર અને હાસ્યવિનયુક્ત રહી છે. ચરિત્ર અને આત્મકથા : ચરિત્ર અને આત્મકથનનાં પુસ્તકે વિજય રાયની વિલક્ષણ પ્રયોગત્તિના નમૂના રૂપ છે. “શુક્રતારક' (૧૯૪૪)માં એમણે નવલરામના ચરિત્રને સળંગસૂત્ર આલેખવાને બદલે એમના વિભિન્ન જીવન પ્રસંગેનાં અલગ અલગ ચિત્રો ઉપસાવ્યાં છે. વૃત્તાંતકથન, સંવાદ, ડાયરી, પત્ર દશ્યલેખન એમ વિવિધ પ્રકારની નિરૂપણપદ્ધતિનો ઉપયોગ કરીને તથા કપનાના અંશે એમાં ઉમેરીને આ ચરિત્રને એમણે સર્જનાત્મક અને રસપ્રદ વાર્તા જેવું બનાવવા તાકયું છે. પણ આથી ચરિત્રગ્રંથ તરીકે એને કઈ મૂલ્યવાન વિશેષ ઊભો થતો નથી – પ્રગશીલતાનું કે શિલીપરક નિરૂપણનું કશું ઔચિત્ય પણ પ્રતીત થતું નથી. પાછળથી એમણે લખેલા ગગા ઓઝાના જીવનચરિત્ર “સૌરાષ્ટ્રને મંત્રીશ્વર' (૧૯૫૯)માં, ભાવનગરના સાંસ્કૃતિક પરિવેશના સંદર્ભે ચરિત્રનાયકના ૦ષક્તિત્વનું એમણે કરેલું આલેખન, એને “શુક્રતારકની તુલનાએ વધુ સારું ઠેરવે છે. શિવનંદન કાશ્યપ નામની કોઈ વ્યક્તિએ સંપાદિત કરી હોય એવી શૈલીમાં લખાયેલી “વિનાયકની આત્મકથા' (૧૯૭૦)માં પણ સંપાદકનું વૃત્તાન્તકથન, સંપાદક અને ચરિત્રનાયક (વિજયરાય) વચ્ચેના વાર્તાલાપ-સંવાદો તથા એમનું પિતાનું આત્મકથન – એવી નિરૂપણપદ્ધતિની અજમાયશ કરવામાં આવી છે. આથી આ આત્મકથામાં સુશ્લિષ્ટતા કે સુસંકલિતતા રહ્યાં નથી. ક્યારેક કાલક્રમ વિના જ જીવનપ્રસંગે અને દશે આલેખાય છે તે કયાંક વિગતે વચ્ચેના તંતુઓ મળતા નથી, પરંતુ તૂટક છૂટક રીતેય આત્મકથામાંથી વિજયરાયના પત્રકારજીવનને જે રસપ્રદ અને સમૃદ્ધ ઈતહાસ મળે છે એ એનું સબળ પાસું છે. સાક્ષરી પત્રકારત્વના ભેખધારી તરીકેનાં એમનાં સ્વપ્ન, સંક, મથામણ અને સંઘર્ષોને જે તાદશ ચિતાર એમણે આપે છે એમાંથી, પિતાના આ જીવનકાર્ય માટે સતત ઝઝૂમેલા પણ કદી હારી ન બેઠેલા એક દ્ધાનું વ્યક્તિત્વ ઊપસે છે. બાળપણ અને વિદ્યાભ્યાસના કેટલાક પ્રસંગેનાં દશ્યોને બાદ કરતાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy