SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ J. ૪ અવતરણો ગૂંથતા જઈને તેમ જ વિગતપૂર્ણ ટિપ્પણોને મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને એમણે પોતાની સજજતા અને જાણકારીને પણ ખૂબ લાક્ષણિક વિનિ ગ કર્યો છે. એમની પ્રતિભાવાત્મક લેખનશૈલીમાંથી કેટલાંક માર્મિક નિરીક્ષણે પણ સાંપડે છે. આમ, વિજયરાયને આ ઇતિહાસમાં, જયંત કોઠારી કહે છે એવું “અભિપ્રાય અને મૂલ્યાંકનોનું સમૃદ્ધ સંકલન આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે. જોકે, વિજયરાયની નિરૂપણપદ્ધતિની કેટલીક મર્યાદાઓને કારણે પુસ્તકનું આલેખન એકસરખી સંઘટનાવાળું રહ્યું નથી. પ્રકરણના એક અંશમાં એમને આસ્વાદમૂલક પ્રતિભાવ હોય છે તો બીજા અંશમાં માહિતીને એકસાથે ખડકી દેતું શુષ્ક વિગતવર્ણન પણ હોય છે. શૈલી પ્રવાહ પણ આથી અવરુદ્ધ થતો લાગે. લખાણને કલ્પનાત્મક કરવાના મોહને લીધે અને ક્યારેક નવીનતાના લેભે તેમાં લિષ્ટતા, સંદિગ્ધતા અને અપ્રસ્તુતતા જેવી મર્યાદાઓ પણ પ્રવેશી છે. મધ્યકાલીન સાહિત્ય વિશેનું લખાણ કંઈક જલદી પતાવી દીધેલું, અપર્યાપ્ત લાગે છે તે સુધારક યુગ વિશેનું લખાણ કંઈક વધુ વિગતપૂર્ણ લાગે છે. આથી, સામગ્રીની દષ્ટિએ ઇતિહાસલેખનની યોજના અસંતુલિત રહી ગઈ હોવાની પણ એક છાપ પડે છે. વીસેક વર્ષ પછી એમણે આ ઇતિહાસ પર ફરીથી કામ આરંભ્ય અને એને સુધારી-વિસ્તારીને ત્રણ ભાગમાં પ્રકાશિત કર્યો. પંડિતયુગ સુધીના ઇતિહાસને જ એમાં તે આવરી શક્યા છે. એ પછીના સમય વિશે બીજા બે ભાગ તૈયાર કરવાની એમની યોજના હતી પણ એ કામ તે પૂરું કરી શક્યા નહીં. આ સંવર્ધિત ઇતિહાસમાં પણ નિરૂપણની કેટલીક મુશ્કેલીઓ રહી ગઈ છે પણ સામગ્રીની દષ્ટિએ એ કંઈક વધુ વ્યવસ્થિત કરી શકાય છે. વિજયરાયની વિલક્ષણતાઓનું પ્રતિનિધિત્વ કરતે, અને એમની વિવેચનાત્મક શક્તિઓને પૂરો હિસાબ આપતો આ ગ્રંથ એમની સમગ્ર સાહિત્યસેવામાં સૌથી વધુ મહત્વનું સ્થાન પામે એવો છે. અન્યઃ આ ઉપરાંત ન્હાનાલાલ કવિની જીવનદષ્ટિ'(૧૯૫૭)માં ન્હાનાલાલના સર્જનને પ્રેરક-પ્રભાવક નીવડેલાં પરિબળોની માહિતી પૂર્ણ ચર્ચા અને એ સંદર્ભે થયેલું ન્હાનાલાલનું મૂલ્યાંકન છે તે “ગત શતકનું સાહિત્ય (૧૯૫૯) યુગના પ્રવાહોની એમની ઝીણી જાણકારીને પરિચય કરાવે છે – ૧૯મી સદીને ઉત્તરાર્ધ આમેય એમના રસને વિષય રહ્યો છે. જોકે, સામગ્રીના સમતોલ નિરૂપણની મુશ્કેલી આ પુસ્તકમાં પણ વરતાય છે. સંશોધનાત્મક કહી શકાય એવાં લખાણેના બે સંગ્રહ પૈકી “લીલાં સૂકાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy