SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૧] વિજયરાય વૈદ્ય [ ૪૪૩ સપાટી પર ફેલાઈ જતી ચમકવાળાં બનાવી દીધાં, જે હવે સમય જતાં નિસ્તેજ અને ાિં પણ લાગે છે. એમનામાં ગંભીર અભ્યાસી પણ આ કારણે કચારેક પશ્ચાદ્ભૂમાં ધકેલાઈ જતા જણાય છે. અનંતરાય રાવળ કહે છે એમ, કચારેક તા એમની વિવેચનસાધના શૈલીસાધના કે રીતિસાધના પણુ બની ગઈ છે. પરંતુ આવી શૈલીપરકતાને તથા તત્કાલીનતા અને પ્રાસંગિકતાના અંશાને બાદ કરતાં સ્થાયી મૂલ્ય ધરાવતું લેખનકાર્ય પણ પત્રકારત્વને અનુષંગે એમણે કર્યું છે ખરું. ઉપરાંત તત્કાલીન સાહિત્યિક સ્થિતિને એક વળાંક આપી, એમાં નવું સંચલન પ્રવર્તાવતી રેખા એમણે આંકી આપી છે એનું ઐતિહાસિક મૂલ્ય પણ અગત્યનુ` લેખાશે. વિવેચન રમણભાઈ નીલકંઠે આપેલા સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનની, વિજયરાયે ૧૯૨૦માં કારકિર્દીના આરંભે જ કરેલી વિસ્તૃત કડક સમીક્ષામાં એક વિવેચક તરીકેના એમના લાક્ષણિક પરિચય મળી જાય છે. કડક અભિપ્રાયામાં દેખાતાં આક્રમકતા અને અભિનિવેશ, કટાક્ષના અશાવાળી પણ અસંદિગ્ધ ભાષામાં કરેલા મુદ્દાસર વિશ્લેષણમાં વરતાતાં ચાકસાઈ અને નિભીકતા, વિવેચનને એક કલાકૃતિને ધેારણે તપાસી એની મર્યાદા દેખાડવામાં જણાઈ આવતી વિવેચન પાસેથી એમની વિલક્ષણ અપેક્ષા તથા અન્ય પ્રવૃત્તિઓના અવકાશે। વચ્ચે થતી સાહિત્યસેવાની ઊણપ અને કયાશા બતાવી આપવામાં પ્રગટ થતા સાહિત્યની એકનિષ્ઠ ઉપાસનાને એમના આગ્રહ – વિજયરાયના વિવેચનની દિશાનું સ્પષ્ટ ઈંગિત કરે છે. પછી તેા બે-અઢી દાયકા સુધી આવા જ લાક્ષણિક મિાજ (spirit)ના ફલસ્વરૂપ વેધક અને માર્મિક દષ્ટિવાળાં વિવેચને એકધારી રીતે એમની પાસેથી મળતાં રહે છે. તત્ત્વવિચાર અને ગ્રંથસમીક્ષા : ‘સાહિત્યદર્શન’ (૧૯૩૫) તથા ‘જૂઈ અને કેતકી' (૧૯૩૯) એમના વિવેચનકાના સૌથી વધુ નોંધપાત્ર સમયગાળાના વિવેચનસ ગ્રહેા છે. પહેલામાં મુખ્યત્વે સામ્પ્રત સાહિત્યિક પ્રશ્નોની ચર્ચા અને તત્ત્વવિચાર છે, ખીન્નમાં એમની કટુ-તિક્ત અને રસલક્ષી, અભ્યાસપૂર્ણ ગ્રંથસમીક્ષા છે. આ બધામાં વિજયરાયની વિવેચનપદ્ધતિ તરત ધ્યાન ખેંચે છે. સાહિત્યપ્રવાહનું રસદશી અને ચિત્રાત્મક નિરૂપણુ કરી એના જીવંત પરિચય એ કરાવતા હાય છે. પ્રવર્તમાન સાહિત્યિક પ્રશ્નોની એમની ચર્ચા ઉત્કટ અને જલદ વિશેષ હાય છે. પૂ પક્ષ પર એ કટાક્ષ-વિનેાદમિશ્રિત આક્રમણુ કરે છે પણ પછી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy