SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૧] વિજયરાય વૈદ્ય [૪૪૧ લિટરેચરને અનુવાદ “ગુજરાતી ભાષા અને સાહિત્ય (પ્રથમ ભાગ ૧૯૩૬, બીજે ૧૯૫૭), ગોવર્ધનરામની ૫ બુકસના એમના જ દેહન-સંપાદન (૧૯૫૭૫૯) અનુવાદ ગવર્ધનરામની મનનનેધ' (૧૯૬૯) તેમ જ “નરસિંહરાવની રોજનીશી' (૧૯૫૩), ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ (રમણલાલ જોશી સાથે, ૧૯૭૧) તથા કેટલાક અભિનંદનગ્રંથોનાં સ્વતંત્ર કે અન્ય સાથે કરેલાં સંપાદન – અને એમાંની અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવનાઓ – પણ એમની મહત્ત્વની સાહિત્યસેવા ગણાશે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અંગેની પિતાની વિદત્તાને આધુનિક સાહિત્ય અને . તત્વચર્ચા સંદર્ભે સતત પ્રયોજતા રહ્યા હોવાથી તેમજ સાચી કાવ્યપ્રીતિથી અને ઊંડી સમજથી સમકાલીન સાહિત્યને વિલોકવાના એમના તત્વદર્શી અને સંનિષ્ઠ પ્રયાસોથી રામપ્રસાદ બક્ષી જૂની અને નવી બંને પેઢીના સાહિત્યકારોમાં શ્રદ્ધેય સારસ્વત તરીકે સ્થાન પામ્યા છે. વિજયરાય કલ્યાણરાય વૈદ્ય (૧૮૮૭-૧૯૭૪) ક્યારેક કેવળ શાસ્ત્રીય પૃથક્કરણને લક્ષતી શુષ્ક તત્ત્વચર્ચા અને ઉષ્માન્ય કૃતિ પરીક્ષામાં રાચતી પંડિતયુગીન વિવેચનાને, એક સાહિત્યધમી પત્રકારની તીખી, પ્રહારાત્મક અને વેગીલી વાણીમાં પ્રતિકાર અને પ્રતિવાદ કરીને તથા એવી વિવેચના સામે સર્જનાત્મક ગુણવાળાં, રંગદર્શી અને સંસ્કારગ્રાહી વિવેચને લખીને આ સદીના ત્રીજા દાયકાથી વિજયરાયે આપણે ત્યાં કૌતુકરાગી વિવેચનપ્રણાલીને આરંભ કર્યો. વિશ્વનાથ ભટ્ટ “અર્વાચીન વિવેચનકલાના આદ્ય દ્રષ્ટા' તરીકે આપેલી ઓળખમાં જ એમના આ ઐતિહાસિક મહત્ત્વને સ્પષ્ટ નિર્દેશ મળે છે. ૧૮૯૭ની ૭મી એપ્રિલે ભાવનગરમાં એમને જન્મ. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. પછી મુંબઈ. વિલ્સન કૉલેજમાં અભ્યાસ દરમ્યાન જ અંગ્રેજી સાહિત્યવિવેચનના બહાળા વાચનથી એમની સજજતા કેળવાયેલી. અંગ્રેજીસંસ્કૃત સાથે ૧૯૨૦માં બી.એ. થયા બાદ તરત બટુભાઈ ઉમરવાડિયાના “ચેતન'માં સહતંત્રી તરીકે જોડાયા. ૧૯૨૨થી બે વરસ મુનશીના ગુજરાતીમાં વ્યવસ્થાપક અને સહતંત્રી રહ્યા. ૧૯૨૪થી એમણે સ્વતંત્રપણે “કૌમુદી' દૈમાસિક શરૂ કર્યું' (૧૯૩૦થી એ માસિક બનેલું). ૧૯૩૫માં “કૌમુદી'ની ભસ્મમાંથી એને નવા અવતાર સમા “માનસી”નું પ્રાગટય થયું. વચ્ચે, ૧૯૩૭–૧૯૪૯ દરમ્યાન સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અધ્યાપક તરીકે રહ્યા પણ લગભગ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy