SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૧] રામપ્રસાદ બક્ષી [ ૪૩૯ અને સાહિત્યવિચારણા પરત્વે પ્રસ્તુતતા ચર્ચવા તરફ એમની વિશેષ નજર રહી છે. એટલે કાવ્યના સ્વરૂપની ચર્ચામાં રસ અને અલંકારના વિભાવેને એમણે આધુનિક સંદર્ભે તપાસ્યા છે ને એના જ અનુલક્ષમાં પ્રતીકાદિ આધુનિક વિવેચનથી સંજ્ઞાઓની પણ ઝીણી તપાસ કરી છે તથા રસવિચારણાના મૂળમાં રહેલા વ્યંગના તત્ત્વને સ્પષ્ટ કરી આપીને આધુનિક ભાવકેન્દ્રી કવિતા પર વે રસસિદ્ધાન્તના વિનિયોગને અવકાશ કરી આપ્યા છે. સંસ્કૃત એકાંકીના સ્વરૂપની ચર્ચામાં કે નાટયપ્રયાગમાં લયસ વાદના તત્ત્વનું મહત્ત્વ દર્શાવવામાં એમણે કેટલાંક મર્મદ્યોતક નિરીક્ષણેા આપ્યાં છે. ટૂંકી વાર્તા અને હળવા નિબંધની સ્વરૂપચર્ચા અને વિકાસદર્શનના લેખામાંના સ્વરૂપ અને પરિભાષાના સૂક્ષ્મ પૃથક્કરણમાં અને વ્યાપક પ્રવાદનમાં કાવ્યતત્ત્વની એમની ઊંડી સમજ, એમની પયે ભકબુદ્ધિ અને સમકાલીન સાહિત્યના એમના ઘનિષ્ઠ પરિચય વરતાઈ આવે છે. ગોવર્ધનરામના તત્ત્વવિચાર અને સર્જન વિશેના જુદેજુદે સમયે વિભિન્ન નિમિત્તે લખાયેલા એમના લેખેા ગાવ રામનું મનેારાજ્ય'(૧૯૭૬)માં એમણે સુલભ કરી આપ્યા છે. સ્ક્રેપ જીકસમાંની ગેાવનરામની તાત્ત્વિક વિચારણાને તારવી આપીને એની વિષયવિભાગવાર વિસ્તૃત સમાલેાચના કરતા – મૂળે સ્ક્રેપબ્રુકસના એમના જ સંપાદન-અનુવાદ ગોવર્ધનરામની મનનનેાંધ'ની પ્રસ્તાવના રૂપે મુકાયેલા – લેખ ખૂબ જ મૂલ્યવાન છે. આ ઉપરાંત શાપનહારના દાર્શનિક સિદ્ધાન્તા, આન દેશ ંકરનું તત્ત્વજ્ઞાન અને બાણુની શૈલી સાથે ગેાવનરામના તે તે વિશેષોની તુલનાત્મક ચર્ચા કરતા લેખા અને ‘સ્નેહમુદ્રા'ની વિશ્લેષણાત્મક ચર્ચા રામપ્રસાદને ગેાવનરામના એક નોંધપાત્ર અભ્યાસી ઠેરવે છે. પ્રવાહદર્શન અને કૃતિસમીક્ષાનાં એમનાં ઘણાં વિવેચના હજુ સંગ્રહસ્થ થયાં નથી. એ લેખામાં એમની તત્ત્વગ્રાહી સમુદાર રુચિનાં દર્શન થાય છે. પ્રત્યક્ષ વિવેચનમાં કૃતિના આંતર રહસ્યને, સર્જકના વિશેષોને અને રૂપરચનાની લાક્ષણિકતાને બારીકીથી તારવી આપી તે એક રસજ્ઞ સમાલોચક તરીકેની પ્રતીતિ જન્માવે છે. ‘સ્નેહમુદ્રા' ઉપરાંત ઉમાશંકરની 'પ્રાચીના', 'નિશીથ', આતિથ્ય' આદિ કૃતિની લાંખી સમીક્ષાઓમાં તથા કાન્ત, સુન્દરમ્ આદિનાં કાવ્યાનાં વિવરણામાં એમનાં માર્મિક નિરીક્ષણા અને કાવ્યતત્ત્વની ઊંડી સૂઝ નોંધપાત્ર છે. વિવેચનની વિશિષ્ટતાઓ : રામપ્રસાદના વિશેષ ઝોક સિદ્ધાન્તવિવેચન તરફ રહ્યો છે. વિવેગ્ય મુદ્દાની ભૂમિકા બાંધી એની વિગતે માંડણી કરીને પછી ઝીણુ પૃથક્કરણ કરતા જવું એ એમની વિવેચનપદ્ધતિ છે. પૃથક્કરણ કરવામાં કયારેક તે શબ્દની વ્યુત્પત્તિચર્ચા કરવા – સાહિત્યિક સંજ્ઞા કે શબ્દની ગાત્ર
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy