SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ રામપ્રસાદ બક્ષી, વિજયરાય વૈદ્ય, રસિકલાલ પરીખ, વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી (૧૮૯૪) પંડિતયુગ પછીની સાક્ષરપેઢીમાંથી જેમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના પિતાના ઊંડા અધ્યયનને અર્વાચીન સાહિત્યવિચારણુમાં વિનિયોગ કરતા રહેવાનું પ્રશસ્ય કાર્ય કર્યું એમાં રામપ્રસાદનું નામ પણ મહત્ત્વનું ગણાય. એકધારી રીતે એમણે વિભિન્ન સંદર્ભે રસસિદ્ધાન્તાદિ ઘટાનું ઝીણવટભર્યું પૃથક્કરણ કર્યું છે અને નવા દષ્ટિકોણથી એનું અર્થઘટન કરી આપ્યું છે. અંગ્રેજીનું પરિશીલના પણ એમની વિચારણને પરિપષક નીવડેલું છે. એમને જન્મ ૧૮૯૪ની ૨૭મી જૂને જૂનાગઢમાં. તેજસ્વી કારકિર્દી સાથે વતન રાજકેટથી અમદાવાદ આવી સંસ્કૃત-અંગ્રેજી સાથે બી. એ. થયા (૧૯૧૪). એ પછી મુંબઈ જઈ ત્યાંની આનંદીલાલ પેદાર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાંથી આચાર્યપદે નિવૃત્ત થઈ મીઠીબાઈ કૉલેજમાં કેટલાંક વર્ષમાનાહ અધ્યાપક તરીકે રહ્યા. સાહિત્ય-ચિંતનની રુચિ ઘડવામાં મામા હિંમતલાલ અંજરિયાને તથા નરસિંહરાવને ફાળે નોંધપાત્ર હતા. સતત અધ્યયનરત પ્રકૃતિએ એમની જિજ્ઞાસા અનેક વિષયોમાં વિસ્તારેલી છે પરંતુ એમની વિશેષ રૂચિ સંસ્કૃત તરફ રહી છે. શરૂઆતમાં એમણે સંસ્કૃતમાં કેટલાક લોકે અને લઘુકાવ્યોની રચના પણ કરેલી. સાહિત્યિક કારકિદીને આરંભ “કથાસરિત્સાગર'માંથી કિશોરભોગ્ય સામગ્રીને સંચય કરીને આપેલા અનુવાદ “કથાસરિતા'(૧૯૧૭)થી કર્યો. એ પછી એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અધ્યયન અને વિવેચનમાં જ મુખ્યત્વે પિતાની શક્તિઓને પ્રયોજી અને પૃથક્કરણુકવણુ અને નવીન અર્થઘટનપરક દૃષ્ટિકોણવાળા એક વ્યુત્પન્ન અભ્યાસી તરીકે તે પ્રતિષ્ઠા પામ્યા. સાહિત્યમીમાંસાની સળંગસૂત્ર આલોચના : કરુણરસ અને નાટયરસ: વડોદરાના ભારતીય સંગીત-નૃત્ય-નાટય મહાવિદ્યાલયના ઉપક્રમે ૧૯૫૪માં આપેલાં વ્યાખ્યાનને ગ્રંથ “કરુણરસ' (૧૯૬૩) અને ૧૯૫૮નાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy