SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ સં. ૧૯૮૨ના કારતક માસથી શરૂ કરાયેલા “પ્રસ્થાન'માં તેમણે તંત્રી કાર્ય સંભાળ્યું અને તે લગભગ સં. ૧૯૯૩ના વૈશાખ માસ સુધી સંભાળ્યું હતું. આ દરમ્યાન તેમણે “પ્રસ્થાન' દ્વારા સાહિત્યજગતની બહુમૂલ્ય સેવા કરી હતી. રામનારાયણની પિતાની પ્રતિભાને તે ખરું જ ઉપરાંત બીજા અનેક સર્જકોની પ્રતિભાને પ્રોત્સાહન, પિષણ આપવામાં “પ્રસ્થાનને ફાળે રહ્યો હતો. ગુજરાતના સાહિત્યિક-સાંસ્કૃતિક જીવનમાં પ્રસ્થાન” એક વિધાયક બળ બની રહેલું. આ પ્રસ્થાને “દપૂિવં ચતુ વાદ્રમુ'ની ભાવના પ્રસારવા સાથે “ચાલતા મધુને પામે એ ભાવનાનેય પ્રતિષ્ઠિત કરી. “પ્રસ્થાન'ધમે જ રામનારાયણ જીવનકવનમાં -ઉત્કૃષ્ટ મધુ સિદ્ધિ પામ્યા. ઉપસંહાર રામનારાયણે ગુજરાતી ભાષા અને સાહિત્યની શિક્ષણ, સર્જન, વિવેચન, સંશાધન, અનુવાદ, સંપાદન વગેરે દ્વારા બહુ મોટી સેવા કરી છે. કળા, કેળવણી, દર્શન-વિચાર – આ સર્વેમાંના તેમના ઉત્કટ રસે તેમની સાહિત્યસાધનાને તેજસ્વી બનાવી. તેમણે ગાંધી અને ટાગોરની – સત્ય અને સૌન્દર્યની ધારામાં જે એકત્વ હતું તેને મર્મ ગ્રહી સ્વકીય કલાસાધનાને સાત્વિક અને ઉદાત્ત બનાવવા પુરુષાર્થ કર્યો. તેમને શબ્દ દેખાય છે સાદે પણ એમાં સાચી ગર્ભશ્રીમંતાઈ જોઈ શકાય છે. એમના શબ્દમાં કલ્પનાના સ્વૈરવિહાર સાથે તત્વપ્રેમી ચિત્તને મનનવિહાર–મને વિહાર પણ જોવા મળે છે. જીવન અને કલામાં રામનારાયણને સર્વથા ને સર્વદા અભિમત છે “વિહાર', “વિલાસ' નહિ. એમના શબ્દમાં જ્ઞાનીના પ્રૌઢ અને શિશુને કૌતુકસભર દર્શનને વિરલ વેગ અવારનવાર આહ્લાદક રીતે પ્રતીત થાય છે. રામનારાયણને શબ્દ જીવનના શીલભદ્ર અનુભવ દર્શનમાંથી સામર્થ્ય તેજ મેળવે છે. એ શબ્દ પરંપરામાન્ય થવા સાથે પ્રયોગનિષ્ઠ રહેવા જેટલી કૃતિયે દાખવત રહ્યો છે. એ શબ્દ પ્રથમ નજરે આંજી દે એવો નથી, પણ એક વાર તેની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ સિદ્ધ થયા પછી, એની ઉષ્માસભર આકર્ષકતા ને અંતર્ગત રસાત્મકતાને પર મેળવ્યા પછી એના સાંનિધ્યને ટાળવું કે અવહેલવું મુશ્કેલ બની જાય છે. પાઠકસાહેબના સમસ્ત છવનકર્મ અને કલાધર્મને-વિદ્યાકર્મીને પ્રધાન રસ શમ જણાય છે – જિંદગીના સર્વ રસ ને રંગેના તત્ત્વપરિપાકરૂપ શમ, એ શમના અનુભવમાં અસ્તિત્વની સાર્થકતાને અને જીવનપુરુષાર્થની ઈષ્ટતાને સંકેત રહેલ છે. એમાં જીવનની સંકુલતાનું આકલન જરૂર છે; જીવનની કરુણતામાંનું ગંભીર અવગાહન પણ એમાં ગૃહીત છે જ; પરંતુ એ અનુભવે એમની શુચિતા ને પ્રસન્નતાની સાધનાને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy