SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચ. ૪ જતો તે સૂવા ત્યાં—” અને “વેલી ને વૃક્ષ જેવાં કાવ્યનું ચિરસ્થાયી પ્રદાન રહેશે એમ કહી શકાય. ગુજરાતી કવિતામાં વિનીત વેશે પ્રવેશેલા શેષ” “વિશેષ, રૂપેયે પ્રતિષ્ઠિત છે. ૨. દ્વિરેફનું વાર્તાસર્જન રામનારાયણ એમના નામમાં બે રકાર હોવાથી “દ્વિરેફ' છે જ, પણ ખાસ તે સર્જનભાવનિષ્ઠ મધુકરવૃત્તિથી તેઓ “દિ રેફ છે. દ્વિરેફ'નું વાર્તાલેખન વધુ તે “યુગધર્મ” અને “પ્રસ્થાન” નિમિત્ત થયું છે. વાર્તામાં તેમણે અમુક સંજોગાના દબાણ હેઠળ લખેલી, પરંતુ એમનામાં સારો વાર્તાકાર રહેલે હાઈ એ વાર્તાઓમાંથી કેટલીક તે સર્જનકળાના યશોદાયી નમૂનાઓ રૂપે નીવડી આવી. દ્વિરેફનું વાર્તાલેખન ૧૯૨૨-૨૩માં શરૂ થયું અને ૧૯૪૧ સુધી તે આછું પણ વણથંભ ચાલ્યું. ૧૯૪૨થી ૫૫ સુધીમાં એમણે વાર્તાઓ નહિ લખી હેવાનું કાન્તિલાલ કાલાણ બતાવે છે. આમ લગભગ બે દાયકામાં “દિરેફની વાતો'ના ત્રણ ભાગમાં ૪૦ (૧૩+૧૦+૧૭) વાર્તાઓ તેમણે આપી છે. આ ઉપરાંત બાળકોના બરની “કાં બોલ્યો” જેવી કેટલીક વાર્તાઓ એમની અગ્રંથસ્થ છે. જે ૪૦ વાર્તાઓ મળે છે તે બધી પાછળ કેઈ ને કોઈ પ્રકારની, કઈ ને કઈ રીતની વાસ્તવિક જીવનની આંતરઅનુભૂતિની કોઈ રહસ્યાત્મક ભૂમિકા હોવી જોઈએ એમ તેમની “મારી વાર્તાનું ઘડતર' લેખ જોતાં સમજાય છે. જીવનની અમુકતમુક વસ્તુ તરફને લાગણીમય–ભાવમય સંબંધ બંધાય તેને તેઓ વાર્તાનું બીજભૂત રહસ્ય માને છે. આ રહસ્યની આસપાસ ઘનીકરણના વ્યાપારે વાર્તા બંધાતી હોય છે એમ તેમનું માનવું છે. તેઓ વાર્તા લખતાં ચિત્તની એક પ્રકારની તંગ અવસ્થાને અનુભવ કરતા હોય છે. તેમની વાર્તાકાર તરીકેની એકાગ્રતામૂલક સક્રિય એવી ભાવાવસ્થા વાર્તાઓમાંના ઘટનાગુંફન, પાત્રાલેખન, વાતાવરણ આદિ દ્વારા તેનું એક લાઘવપૂર્ણ સુઘડ સ્વરૂપ સિદ્ધ કરવામાં સહાયભૂત થતી હોય છે. રામનારાયણ, જયતિ દલાલ માને છે તેમ સભાન વાર્તાસર્જક છે. કશુંક કહેવા જેવું હોય છે ત્યારે વાત માંડવા પ્રેરાય છે. વાત માંડતાં, તેમને વાત કહેવાને ઉત્સાહ અછતો રહેતો નથી. તેમણે ફિલસૂફની નજરે જે કંઈ જીવન અને જગતમાં જોયું છે, જે કંઈ વાસ્તવનું સત્ય તેઓ પામ્યા છે તેને આકર્ષક રીતે રજૂ કરવા માટે વાર્તામાં તેઓ ઠીક ઠીક પરિશ્રમ વેઠતા હોય છે. વાર્તા વાર્તા વાર્તાકાર તરીકે કયાં, કેમ અને ક્યારે ઉપસ્થિત થવું–રહેવું તે તેઓ નક્કી કરી લેતા હોય છે. ક્યાંક તેઓ આપણને વાત’ કહેતા હોય, ક્યાંક તેઓ આપણું પડખે બેસીને વાત સાંભળતા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy