SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૦] રામનારાયણ પાટેક [ ૪૧૩ નિર્ણાયક વલણારૂપે ચેાગ્ય રીતે જ નિરૂપણ કર્યું. પ્રાસનેા પિંગળ સાથે સંબંધ બતાવી તેનાં મૂળ સંગીતમાં હાવાનેા મત પણ તેમણે રજૂ કર્યાં. રામનારાયણે કાવ્ય પદ્ય કે ગદ્યમાં હેાઈ શકે એમ સ્વીકાર્યું છે ખરું, છતાં પદ્યરચના આખા કાવ્યને કાઈ ગૂઢ રીતે એકત્વ અર્પતી અને અનેક રીતે ઉપકારક એમને જણાઈ છે.જ॰ તેમણે કાવ્યમાં છંદોના અર્થ સાથેના સંબંધ નિર્દેશી ધ્વનિશૂન્ય કાલનેાયે છંદોવિધાનમાં કેવા મહિમા હેાય છે તે સ્પષ્ટ કરી બતાવ્યું છે. ૪૧ તેમણે બ્લૅંક વ'નું ઉજ્જવળ ભવિષ્ય નિર્દેશી એના માટે વનવેલી જેવા છંદા તરફ અંગુલિનિર્દેશ કર્યા છે,૪૨ તેમણે અગેયતાના ખ્યાલની આધુનિકતા બતાવી કાવ્યના પઠન અને ગાનના પ્રયાજન અનુસાર ૧. કેવળ અગેય, ૨. ગેય-પાઠય (ગેયાગેય) અને ૩. કેવળ ગેય · જેવા વિભાગા પણ આંકી બતાવ્યા છે. રામનારાયણે ડાલનશૈલીને તેા ગદ્યના જ એક આવિર્ભાવ-રૂપે માન્યતા આપી છે. રામનારાયણે સાચા ગદ્યલેખકમાં ગદ્યલય (પ્રાઝરિધમ)ની અનિવાર્યતા તાવી છે. ૪૩ - તેમની સમગ્ર વિવેચના ભારતીય કાવ્યમીમાંસાનાં મુખ્ય તત્ત્વાને આત્મસાત્ કરીને ચાલે છે. એમ કરતાં પ્રસંગેાપાત્ત સ્વકીય દૃષ્ટિબિન્દુયે તે રજૂ કરતા હોય છે ખરા. કાવ્યરસની નિષ્પત્તિમાં અનુમાનવ્યાપારને સ્વીકાર તેમને અનુકૂળ જણાય છે.૪૪ વ્યભિચારી ભાવાની ગણતરીમાં શાસ્ત્રીયતા જળવાઈ નહિ હૈાવાનું તેમનું મંતવ્ય છે. ૪૫ વીર રસના પેટા પ્રકારામાં ક્ષમાવીર, તિતિક્ષાવીર, કર્મવીર, ધીરજવીર જેવા નવા ભેદ્યા ઉમેરી શકાય.૪૬ શાંતરસમાં નિષ્કામ પ્રવૃત્તિને ભાવ શમાવવાની ક્ષમતા તેઓ જુએ છે. એ રીતે રાઈના પત' અને ‘સરસ્વતીચંદ્ર'ને તે શાંત રસના નવા દર્શન-અનુભવના પ્રયત્નેરૂપે ઉલ્લેખે છે.૪૭ તેએ હાસ્યની મા*િક છષ્ણાવટ કરતાં તેના ઉલ્લસતા જીવન સાથે અને પેાતા તરફ તટસ્થ રીતે હસી શકવાના બળ સાથે ગૂઢ સંબંધ હાવાનુ દર્શાવે છે.૪૮ મતીનેય એક રસ તરીકે કાવ્યમાં સ્થાન આપવાના તેઓ હિમાયતી છે. વળી રામનારાયણે મા .તથા એજસથી પ્રસાદની વિશેષતા બતાવતાં જણાવ્યું કે માર્યાં અને એજસને ઉચ્ચાર સાથે તા પ્રસાદને અ સાથે વધુ સંબંધ છે.૪૯ તે કાવ્યગુણાને અનુપ્રાસ જેવા શબ્દાલ’કારાની કક્ષામાં મૂકવાના મતના છે. વળી ગુણ તથા અલકારની કાવ્યગત રસપેાષકતામાં તેઓ ઉચ્ચાવચ ક્રમ સ્વીકારતા નથી. તેએ ‘શબ્દાલ`કાર' શબ્દ સ્વીકારવા છતાં તેના માટે ‘વર્ણાલંકાર' શબ્દની યેાગ્યતાયે ચીંધે છે.૫૦ રામનારાયણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણેા’, ‘નભેાવિહાર' વગેરેમાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy