SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૦] રામનારાયણ પાઠક [૪૦૯ આવશ્યક એવાં “સહૃદયતા અને સૌહાર્દથી ગુજરાતી સાહિત્યની સમીક્ષા કરતાં કૃતની કૃતજ્ઞતા” તથા “અકૃતને અસંતોષ૧૧ સ્પષ્ટતયા પ્રગટ કર્યો છે. તેમણે પ્રેમાનંદની હાસ્ય નિષ્પન્ન કરવાની શક્તિને – કવિત્વશક્તિને “સુદામા ચરિત', “મામેરું' તથા “નળાખ્યાન'ના નિમિત્તે કરાવેલ પરિચય હદયંગમ છે. તેઓ પ્રેમાનંદની કવિત્વશક્તિને પ્રશંસક છતાં વ્યાસ કાલિદાસની કક્ષામાં તેને મૂકતા નથી. માધુર્ય, લાલિત્ય, તરંગલીલામાં અનન્ય છતાં દયારામને નરસિંહઅખાની જેમ ભારતીય મહાન સંતોની હરોળમાં મૂકવાનું તેઓ કપી શકતા નથી. ૧૨ નર્મદની કવિતા અને ગદ્યને તેમને અભ્યાસ “નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યને આદ્યપ્રણેતા' – એ ગ્રંથરૂપે ઉપલબ્ધ છે. નર્મદ મોટા હડાથી ટીપીને આકારો કરી શકે છે, પરંતુ ઝીણી સોયનું ભરતકામ તેના સ્વભાવને ફાવતું નથી ૩ – એ તેઓ બરોબર બતાવે છે. નર્મદ “ઉત્સાહને કવિ છતાં પરાજિત યોદ્ધા તરફ સવિશેષ ઝૂકેલો હોવાનું તેમનું નિરીક્ષણ પણ ધ્યાનાહ છે. રામનારાયણ ગુજરાતી ગદ્યની ઝીણવટભરી મીમાંસા કરનારા કેટલાક સમર્થ વિવેચકમાંના એક છે. તેઓ નર્મદના ગદ્યની ઝીણવટભરી પરીક્ષા કરતાં તેણે કરેલી ગુજરાતી ભાષાની સેવાને બિરદાવે છે. તેમણે ગાંધીજી, કાકાસાહેબ આદિના ગદ્યની પણ સમર્થ આલેચના કરી છે. તેમણે પાશ્ચાત્ય વિવેચનસિદ્ધાંતને અનુલક્ષીને ગુજરાતી વિવેચનને પ્રારંભ કરનારા તરીકે રમણભાઈ નીલકંઠને, નવીન કાવ્યસ્વરૂપઘટક બળના પ્રવર્તક તરીકે નરસિંહરાવને તે અર્વાચીન કવિતાના સંકોચભેદક બળ તરીકે ન્હાનાલાલ તથા બલવંતરાયને નિર્દેશ કર્યો છે. તેમણે સરસ્વતીચંદ્ર'ની તેના વક્તવ્ય તથા આકાર નિમિત્તે સમર્થ ચર્ચા કરી, ગોવર્ધનરામવિષયક તેજસ્વી વિવેચન આપનારાઓમાં માનભર્યું સ્થાન હાંસલ કર્યું છે. કાતના પૂર્વાલાપ'ની બીજી આવૃત્તિનું સંપાદન કરતાં કાન્તની જીવનદષ્ટિના વિકાસ સાથે તેમના કવિકર્મની વિશેષતાઓને સાંકળી તેનું સમ્યમ્ દર્શન કરાવવા પ્રયાસ કર્યો. તેમણે ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ વગેરેની કૃતિઓની આસપાસ રહેલું ધુમ્મસિયું હવામાન કે એમની બેટી ચમક-ધમક નિવારવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો. વળી રાજે જેવાના કવિકર્મને ઉપસાવવામાં, સુન્દરમ–ઉમાશંકર જેવાની શક્તિઓને એમના ઉદયકાળે જ બિરદાવવામાં તેમ જ પ્રશિષ્ટ સાહિત્યકારો વિશે નિભીક અને સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરવામાં તેમનું વિવેચક તરીકેનું ખમીર પ્રગટ થાય છે. રામનારાયણે વિવેચનને નવલરામની રીતે એક સામાજિક જવાબદારીવાળું કાર્ય માન્યું છે. વિવેચનને તત્વચિંતનના એક વ્યાપાર તરીકે, સર્જનની સાથે રહી જમાનાની ફિલસૂફી ઘડનાર પરિબળ તરીકે, સાહિત્યને શુદ્ધ રાખનાર બળ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy