SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૦] રામનારાયણ પાઠક [૪૦૩ માટે અવારનવાર લખતા હતા. ૧૯૨૫માં “યુગધર્મ' ક. મા. મુનશીને ગુજરાત સાથે જોડાઈ જતાં, “ડર્ન રિવ્યુ'ની કક્ષાના એક ગુજરાતી સામયિકની આવશ્યકતા જણાતાં સં. ૧૯૮૨ના કારતક સુદ પૂનમથી “પ્રસ્થાન' માસિક શરૂ કર્યું. આ માસિક પાઠકસાહેબના સાહિત્યિક વિકાસમાં મહત્ત્વનું નિમિત્ત બની રહ્યું. “પ્રસ્થાને તેમની સર્જન-વિવેચનની પ્રવૃત્તિને વેગ આપે. “પ્રસ્થાને જ તેમને “જાત્રાળુ”, “ભૂલારામ”, “શેષ', દ્વિરેફ' અને “વૈરવિહારી' – એમ વિવિધ સ્વરૂપાએ સાહિત્યક્ષેત્રે વિહરવાની ભૂમિકા આપી. આ સામયિકના સંચાલનમાં પાઠકસાહેબ સીધી રીતે તે અગિયાર વર્ષ (સં. ૧૮૮૨થી સં. ૧૯૯૩ સુધી) જ સંકળાયેલા રહ્યા, પરંતુ એ “પ્રસ્થાન'-કારકિદ કેવળ એમના વ્યક્તિગત જીવનમાં જ નહિ સમસ્ત ગુજરાતના સાહિત્યિક જીવનમાં ઉન્નતિપ્રેરક પરિબળરૂપે સિદ્ધ થઈ રહી. રામનારાયણ ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૧થી ૧૯૨૮ સુધી રહ્યા; ત્યાર બાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી છૂટા થઈ, “પ્રસ્થાન'ને પૂરો સમય આપતાં ૧૯૨૮થી ૧૯૩૫ સુધી ખાનગી ટચશનાદિની આવકે નભતાં આર્થિક ભીંસ પણ તેમણે વિઠી. ૧૯૩૫થી ફરીથી તેમણે અધ્યાપનક્ષેત્રે પ્રવેશ કર્યો અને ૧૯૩૫થી ૧૯૩૭ મુંબઈની એસ.એન.ડી.ટી. કૅલેજમાં, ૧૯૩૭થી ૧૯૪૬ અમદાવાદની એલ.ડી. આસ કૉલેજમાં, ૧૯૪૬ના જૂનથી ૧૯૫૦ના જૂન સુધી મુંબઈની ભારતીય વિદ્યાભવન સંસ્થામાં, ૧૬-૮-૧૯૫૦થી ૧૯૫ર અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વિભાગમાં અને ત્યાર બાદ ૧૯૫રથી તે આયુષ્યના અંતકાળ સુધી ફરીથી મુંબઈની ભારતીય વિદ્યાભવન સંસ્થામાં અધ્યાપનકાર્ય કર્યું અને તે સાથે અધ્યયન-સંશોધનનાં કાર્યો પણ કરતા રહ્યા. રામનારાયણે જીવનમાં છેલ્લે છેલ્લે મુંબઈ રેડિયે સટેશનના ગુજરાતી વિભાગના સલાહકાર તરીકેની સેવા પણ આપેલી. તેમનું અંગત જીવન સાદું ને વ્યવસ્થિત હતું. ‘દષ્ટિપૂર્વ ચૂત પામ્’ જેમ એમના “પ્રસ્થાન ને તેમ એમના જીવનનેયે ધ્યાનમંત્ર હતા. તેઓ, રસિકલાલ છો. પરીખ કહે છે તેમ, “એસેટિક ટેમ્પરામેન્ટ' ધરાવનારા હતા. તેમનામાં સંયમ અને રસિકતાને, ચિંતનશીલતા અને લાગણીશીલતાને, યથાર્થ લક્ષિતા અને આદર્શ લક્ષિતાને, તનિષ્ઠા અને સ્વૈરવિહારીપણાને, તાટશ્ય અને મૈત્રીને કેઈ અને ખો સમન્વય સિદ્ધ થયેલ હતા. પિતાની પ્રથમ પત્ની મણિગીરીના નિધન બાદ, રામનારાયણે પૂરાં ૨૫ વર્ષ એકાકી જીવન વ્યતીત કરેલું, છેક ૧૯૪૫માં જ્યારે તેમને તેમનાં ૩૦ વરસનાં શિષ્યા હીરાબહેન કે. મહેતા સાથે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy