SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ રામનારાયણ પાઠક (ઈ. ૧૮૮૭–૧૯૫૫) ગુજરાતી સાહિત્યવિવેચનની પરંપરામાં આનંદશંકર ધ્રુવ અને બલવંતરાય ક, ઠાકરની સાથે રામનારાયણ પણ એક શ્રદ્ધેય વિવેચક તરીકે પ્રતિષ્ઠિત છે. સાક્ષરયુગ અને ગાંધીયુગના સુભગ સમન્વયના પરિણામ-પરિપાકરૂપ તેમની કારકિર્દી જણાય. તેમની કેવળ સાહિત્યવિવેચનના ક્ષેત્રે જ નહિ, પિંગળના ક્ષેત્રે, સંપાદન અને અનુવાદ તેમ જ સર્જનના ક્ષેત્રેય ઐતિહાસિક દષ્ટિએ મહત્વની સેવા છે. ગૂજરાત વિદ્યાપીઠને વિદ્વાન અધ્યાપકેની હરોળમાં તેઓ કલારસિકતાએ પણ ધ્યાન ખેંચનારા જય, ગાંધીજીની જીવનભાવનાનું એક પ્રસન્નકર રૂ૫ રામનારાયણની શિક્ષણ તથા સાહિત્યની સંનિષ્ઠાભરી સેવામાં મેરેલું જોઈ શકાય, ૧. જીવન રામનારાયણનો જન્મ ૧૮૮૭ને એપ્રિલની આઠમીએ (ચૈત્રી પૂર્ણિમાએ) સૌરાષ્ટ્રમાં ધોળકા તાલુકાના ગાણેલ ગામે, વિદ્યાસંસ્કાર તથા વાક્પટુતા માટે જાણીતી એવી પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમનું વતન સૌરાષ્ટ્રનું ભેળાદ. પિતા વિશ્વનાથ સદારામ પાઠક વ્યવસાયે અને વૃત્તિએ શિક્ષક; બીલખાના. શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય અને સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે કેટલાક સંસ્કૃત ગ્રંથોના અનુવાદ પણ ગુજરાતને આપ્યા છે. માતા આદિતબાઈ પણ વ્યવહારદક્ષ અને પરંપરાગત ધર્મસંસ્કારવાળાં હતાં. તેઓ આમ તો અભણ, પરંતુ લેકગીત-દેશીઓ વગેરેનાં રસિયાં હતાં. રામનારાયણના કાવ્યરસ–પિંગળના તથા તત્ત્વજ્ઞાનરસ-કેળવણીરસના સંવર્ધન-વિકાસમાં માતાપિતા બંનેયને ફાળો હતે. રામનારાયણનું શાલેય શિક્ષણ જેતપુર, રાજકોટ, જામખંભાળિયા અને ભાવનગરમાં થયું. ભાવનગરથી મૅટ્રિક થઈ ત્યાં જ સામળદાસ કોલેજમાં જોડાયા અને પ્રિવિયસમાં સર્વપ્રથમ આવી, “પવિલ ઑલરશિપ’ મેળવી, મુંબઈની ગોકલદાસ તેજપાલ બેડિ ગની બેડરશિપ મળતાં ત્યાંની વિલ્સન કોલેજમાં દાખલ થયા. ત્યાંથી ૧૯૦૮માં લોજિક તથા ઍરલ ફિલોસેફી –એ અચ્છિક વિષય સાથે બી.એ.ની પરીક્ષા તેમણે પ્રથમ વર્ગમાં પસાર કરી અને એ જ કેલેજમાં દક્ષિણફેલે તરીકે સંસ્કૃતનું અધ્યાપન કર્યું. રામનારાયણને મેટ્રિક સુધીમાં ચુનીભાઈ ભટ્ટ, ગિજુભાઈ જેવા સહાધ્યાયીઓને તે નાનાભાઈ ભટ્ટ જેવા આદર્શ ગુ. સા. ઈ. ૨૬
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy