SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૯] અન્ય ગદ્યલેખકે-૨ [૩૯૩ લખ્યું હતું. ગાંધીવિચારધારાને વરેલા આ લેખકે ૨૬ કૃતિઓનું લેખન સંપાદન કર્યું છે. (ચિ.) નરહરિ દ્વારકાદાસ પરીખ (૧૮૯૧-૧૯૫૭) એમનું મૂળ વતન કઠલાલ (જિ. ખેડા), પણ જન્મ અને શિક્ષણ અમદાવાદમાં. એક વાર, ઈ. ૧૯૧૭માં, ગાંધીજીના પરિચયમાં આવ્યા તે પછી તેઓ નિરંતર આશ્રમ, નવજીવન, વિદ્યાપીઠનાં કાર્યોમાં રત રહ્યા. એમણે સમાજરચના, અર્થકારણ, સાહિત્ય, બાલશિક્ષણ વગેરે જેવા વિવિધ વિષયનાં પુસ્તકો લખ્યાં છે, સંયે જ્યાં છે, અનુવાદાં છે, સંપાદ્યાં છે. ચિત્રાંગદા અને વિદાયઅભિશાપ' (મહાદેવભાઈ સાથે, ૧૯૨૫), “પ્રાચીન સાહિત્ય' (મહાદેવભાઈ સાથે, ૧૯૨૨), “જાતે મજૂરી કરનારાઓને' (૧૯૨૪), ત્યારે કરીશું શું ? (૧૯૨૫-૨૬), “સહાયવૃત્તિ' (૧૯૩૫) જેવા યશોદાયી અનુવાદે એમણે આપ્યા છે. પાઠસંચય' (૧૯૨૪) જેવું “સંપાદન, “આટલું તે જાણજે' (૧૯૨૨), કરંડિયો' (૧૯૨૮), “કન્યાને પત્ર” (મહાદેવભાઈ સાથે, ૧૯૩૭) જેવાં પુસ્તકે એમની શૈક્ષણિક સૂઝ પ્રગટ કરે છે. કૌટુંબિક અર્થશાસ્ત્ર' (૧૯૨૬), “બારડોલીના ખેડૂતો' (૧૯૨૭), “સર્વોદય સમાજની ઝાંખી' (૧૯૫૫) જેવા ગ્રન્થ સમાજજીવનની તત્કાલીન સમસ્યાઓ વિશેનું એમનું ચિંતન રજૂ કરે છે. જીવનચરિત્રને દસ્તાવેજી મૂલ્ય પ્રાપ્ત થાય તે સારું ગ્રંથ, સંવેદનશીલતાના તત્વ વિનાને રહી જાય તો તેની ફિકર કર્યા સિવાય એમણે “મહાદેવભાઈનું પૂર્વચરિત' (૧૯૫૦), શ્રેયાથીની સાધના' (૧૯૫૩), “સરદાર વલ્લભભાઈ ૧-૨ જેવાં મહત્ત્વનાં ચરિત્રો ગુજરાતને આપ્યાં છે. ભાષાને સર્જનાત્મક ઉપયોગ જેવો મહાદેવભાઈ કરી શક્યા છે તેવો નરહરિભાઈ કરી શક્યા નથી. અલબત્ત, ભાષાને લેકશિક્ષણના પ્રબલતમ માધ્યમ તરીકે એ પ્રયોજી શક્યા છે. એમણે વિજ્ઞાનીની એકસાઈથી ભાષાને પલટી છે, એટલે કેશના શબ્દને સર્જક જેમ પિતીકે બનાવી દે છે તેવું એમના ગદ્યમાં પ્રતીત થયું નથી. પણ શબ્દના વિનિયુગમાં ચોકસાઈ, પ્રભાવકતા આદિ અનિવાર્ય લક્ષણે અવશ્ય છે. કેવળ સ્વાન્તઃ સુખાય” લખવાનું અહીં બનતું નથી. લખવાને એક નિશ્ચિત હેતુ હોય છે અને એ હેતુને વિશેની નિષ્ઠા નિર્ભેળ નિર્ભુજ હોય છે. તેથી એમના ગદ્યમાં સબળતા અવશ્ય સિદ્ધ થાય છે. ગુજરાતી સાહિત્ય વિશેને એમને પ્રેમ એમને “નવલગ્રંથાવલિ' (૧૯૩૭)નું સંપાદન કરવાને પ્રેરે છે. આ સંપાદને એમને કીર્તિ અપાવી છે. લેખોની પસંદગી એમની સાહિત્યિક સૂઝની દ્યોતક છે. નવલરામને અગ્રિમ મહત્વના લેખે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy