SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ માટે ઉપયોગી થાય તે રીતે એમાંનાં પાત્રોની આસપાસ જે કંઈ ઘટનાઓ બની હોય તે ગૂંથી વણી લઈને એમણે એ પાત્રો વિશે ગ્રન્થ રચ્યા છે. ઉપનિષદની પ્રબોધકથાઓ એમણે લોકભોગ્ય શૈલીમાં ફરી કહી છે. સનાતન ધર્મની પરંપરામાં ઊછરેલ નાનાભાઈને આપણું ગ્રંથમાંથી આ નવીન યુગની સમસ્યાઓ પર પ્રકાશ દેખાય છે. “સૂતપૂત્ર કર્ણ પહેલવહેલું પ્રસિદ્ધ થયું ત્યારે પરંપરાગત ચાલી આવતે દાસીપુત્ર કર્ણ પુરુષાર્થના પ્રતીક તરીકે ઓળખાય છે. મહાભારતનાં પાત્રો, રામાયણનાં પાત્રો, હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ, લેકભાગવત, લોકરામાયણ, લોકભારત, દૃષ્ટાંતકથાઓ વગેરે આબાલવૃદ્ધ સૌને સંતોષે એવી રચનાઓ છે. તેમને મોઢેથી ઇલિયડ અને શેકસપિયરની વાર્તાઓ પણ નવીન કૃતિથી પ્રગટતી હતી. સર્ગશક્તિ અને સાહિત્યકાર જેમ અવિનાભાવે રહ્યાં છે, તેમ સર્ગશક્તિ અને શિક્ષક પણ અવિયોજ્ય છે. જેનામાં સર્ગશક્તિ નથી હોતી એવા શિક્ષકે કેવળ માહિતીના પ્રસારક હોય છે. નાનાભાઈ તેથી જેમ સારા શિક્ષક છે તેમ સારા સાહિત્યકાર પણ છે. એમનું ગદ્ય નિતાઃ સરળ સુષમા વડે શોભે છે. એમની આત્મકથા “ઘડતર અને ચણતર' (૧૯૫૯) ગુજરાતના આત્મકથાસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છે. નિર્ભેળ નિખાલસતાને એ સુંદર નમૂનો છે. દક્ષિણમૂર્તિ સંસ્થાના ઉદ્દભવ-વિકાસની કથા એમાં છે. લેખક એમાં કહે છે: “દક્ષિણામૂતિ સંસ્થાને મેં ઘડી છે એ સાચું છે તેના કરતાં દક્ષિણામૂર્તિએ મને ઘડ્યો છે એ વધારે સાચું છે.” (પૃ. ૧૦૨). આ આત્મકથામાં નિર્મમ અને સ્વસ્થ આત્મનિરીક્ષણ પણ અભ્યાસયોગ્ય છે. કથાનું સંવિધાન સુશ્લિષ્ટ છે, એની અભિવ્યક્તિ સરળ અને આડંબર વગરની છે. ગણનાપાત્ર ગુજરાતી આત્મકથાઓમાં “ઘડતર અને ચણતર'ની નેધ અવશ્ય લેવી પડે તેમ છે. નવી પેઢીને ઘડવા સારુ આપણું સનાતન ધર્મમાંથી ગુજરાતી ભાષામાં ગ્રંથની જે વિવિધા એ લઈ આવ્યા છે તે પણ નાનાભાઈને સમર્થ અને દષ્ટિવાળા સાહિત્યકાર તરીકે સ્થાપી આપે છે (મો.) ગિજુભાઈ ભગવાનજી બધેકા (૧૮૮૫-૧૯૩૮) : ગિજુભાઈને જન્મ સૌરાષ્ટ્રમાં ચિતળ ગામે ૧૫મી નવેમ્બર ૧૮૮૫ના રોજ થયો હતે. જ્ઞાતિએ બ્રાહ્મણ ગિજુભાઈ વલભીપુરના વતની હતા. ગુજરાતના કેળવણીના ઇતિહાસમાં અને તેમાંયે સવિશેષે બાળકેળવણીના ઇતિહાસમાં અવિસ્મરણીય છે. બાળક વિશે, તેને ઉછેર વિશે, તેના સુષમ વિકાસ વિશે ગિજુભાઈએ આપણને ગુજરાતીઓને ચેતવ્યા. બાળકેળવણીના સંદર્ભે એમની સાહિત્યસાધના પણ થઈ છે. શિક્ષકોને તથા વાલીઓને મબલક માર્ગદર્શન મળી રહે એવી એમની નાની-મોટી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy