SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર, હું ] અન્ય ગદ્યલેખકા-૨ [ ૩૮૧ પત્રકાર પણ ખેાલી ઊઠેલા, મિ. દેસાઈ, આપે ા અમને ખૂબ પાછળ રાખી દીધા. આપ ગજબ કરે છે!! એમના અવસાન બાદ દેવદાસ ગાંધીએ એમને અંજિલ આપતાં કહેલું કે બાપુના આવડા મેાટા કામને મહાદેવભાઈ જ પહેાંચી શકે. અર્ધો ડઝન મંત્રીએથી પણુ આ કામને પહેાંચી વળવુ કઠણ છે. જેવી એમની બૌદ્ધિકતા તીક્ષ્ણ હતી તેવી જ એમની કુશળતા પણ તેજ હતી. તેએ સારા વાચક અને લેખક હતા. આ બધાં કારણે એમનું ડાયરી-લેખન ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ ની રહ્યું, અને એમાંના વસ્તુ માટે, સામગ્રી માટે તે એ વિરલ જ છે. પેાતે એમાં સામેાળ હેાવા છતાં અનાસક્ત, ગાંધીજીના મૃત્ ચરિત્ર માટેની વિપુલ સારગર્ભ અને સસત્ત્વ સામગ્રી ભેગી કરવા છતાં નિરીહ, પ્રવાહમધ્ય હેાવા છતાં તટસ્થ, સમગ્ર સ`વેદનાતંત્રથી વસ્તુને ગ્રહ્યા છતાં સ્વસ્થ એવા મહાદેવભાઈએ ડાયરી-લેખનનું જે મહત્ત્વનું કાર્ય કર્યું છે તેને સારુ આ વિશ્વના મનુષ્ય યુગાન્તરા સુધી એમના આશિંગણ રહેવાના શબ્દ સૌને સારુ, આમ તા, છલનામય જ રહેતા હેાય છે. પણ એ મહાદેવભાઈની છલના કરી શકો નથી. એક વાર ગેાખલે વિશે લખતાં ગાંધીજીએ આમ લખ્યું : (6 આ જમાનામાં રાજદ્વારી સંન્યાસી જ સંન્યાસને દીપાવી શકવાના છે, ખીન્ન ભગવું લજવનારા જ હશે.” આના વિશે મહાદેવભાઈએ ગાંધીજી સાથે લાંખી ચર્ચા કરી, અને કથનના ઉત્તરાર્ધમાં ‘પ્રાયઃ' શબ્દ ઉમેરાવ્યા. શબ્દાની વરણી અને વિનિયેાગમાં મહાદેવભાઈ ખૂબ જ ચાસ રહેતા. ગાંધીજીના ચિત્તમાં ધારણ થયેલા વિચાર એ કળી જઈને ગાંધીજી લખાવતા ત્યારે તેમને પડતા ખેાલ ઝીલી લેતા એટલું-જ નહિ, પણ ખેાલને પડતાં પહેલાં પામી લઈને પણ તે લખતા. ડાયરીએ વિશે લખતાં નરહરિભાઈ લખે છે : મહાદેવભાઈની ડાયરીએ ગાંધીજીના જીવનચરિત્ર માટેને કાચે પણ અતિશય મહત્ત્વના મસાલા છે. પણ કાચા મસાલા ઉપરાંત માનવત્તતિને પ્રેરણા આપનારા અને મનુષ્યજીવનને ઘડનારા બહુ ઉપયોગી ચિરંજીવ સાહિત્ય તરીકે આ ડાયરીઓનું સ્વતંત્ર મહત્ત્વ પણ છે. ગાંધીજીની જીવનકળા ઉપરાંત, મહાદેવભાઈના સ્વભાવ, તેમની કન્યનિષ્ઠા, તેમનું લક્તિભાવથી તરખેાળ હૃદય, અનેક વિષયામાં એમને રસ એ બધુ આ ડાચરીઓમાં પ્રગટ થાય છે. ગુજરાતી ભાષામાં આ જાતનું સાહિત્ય હું ધારું છું. આ પહેલું જ છે. અંગ્રેજી ભાષામાં તથા યુરોપની ખીજી ભાષાઓમાં આવું ડાયરીસાહિત્ય ઘણું છે.” જોકે ગુજરાતીમાં નરસિંહરાવની ‘રાજનીશી' એ ડાયરીના પ્રકાર છે ખરા. પરંતુ મહાદેવભાઈની ડાયરીઓમાંની સામગ્રીના વ્યાપ, એને વૈશ્વિક સંદર્ભ, પહેલી પહેલી વર્ષાના પ્રસન્નકર પ્રસેકના અનુભવ કરાવવાની એની ક્ષમતા, એની
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy