SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૯] અન્ય ગદ્યલેખકા-૨ [ ૩૭૭ આંદોલનૈાની ઉત્ક્રાન્તિના સંદર્ભમાં અનન્ય કહી શકાય તેવી અમદાવાદના મિલમજૂરાની લડતના ઇતિહાસ મહાદેવભાઈએ વિરલ તટસ્થતાથી લખ્યા છે. એ લડતને એમણે ધર્મયુદ્ધ કહીને એની પાછળ રહેલા શિવસંકલ્પને તેમ જ પરપક્ષ માટેના પણ વ્યાપક પ્રેમને જ વ્યક્ત કર્યાં છે. તેથી આ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય પ્રસ્થાપિત થાય છે. અમદાવાદના ‘મજૂર મહાજન સંધ' એ આ ધર્મયુદ્ધની નીપજ છે. આજે પણ વિશ્વ સમગ્રની મજૂર સંસ્થાઓમાં આ સંધ પાતીકી પ્રતિભા દાખવી રહ્યો છે. મહાદેવભાઈ આખાયે લડતના સાદ્યંત સાક્ષી હતા. શ્રમિક પ્રત્યે અશિક્ષિત સહાનુભૂતિ એમને હતી, વળી પેાતે ગાંધીજીના અંતેવાસી, એટલે શ્રમિકેાના પ્રશ્નો પરત્વેના દષ્ટિકાણુ પણ અમુક જ રહે એય હકીકત, છતાં લડતનુ` તેમણે કરેલુ અયાન નિષ્પક્ષ લાગે તેવું છે. લડતની શરૂઆતનાં કારણેા, ગાંધીજીએ તેમાં શા કારણે ભાગ લીધા તે, ગાંધીજીએ શેા ભાગ ભજવ્યેા તે, આચાર્યં ધ્રુવ લવાદ તરીકે નિમાયા તે......આ બધાના કડીબદ્ધ ઇતિહાસ આલેખતાં તદન્વયે થયેલાં મા, લખાયેલા પત્રા, પ્રસિદ્ધ કરેલી પત્રિકાઓ, પ્રસિદ્ધ થયેલા સમાચારા આદિનું પણ સુંદર સંકલન એમણે કર્યું છે. એ કારણે એનુ દસ્તાવેજી મૂલ્ય ઊપસે છે. આમ તે। કાઈ લડતનેા ઇતિહાસ લખવેા એ તલવારની ધાર પર ચાલવા જેવું છે. ઇતિહાસલેખન એ કાંઈ કેવળ અહેવાલલેખન નથી. ઇતિહાસલેખકની અનુભૂતિજન્ય સ`વેદનાએ, ઘટનાને સમગ્રના સંદર્ભ'માં જોવાની એની કાઠાસૂઝ, ઘટનાના નિરૂપણમાં આતપ્રાત થવા છતાં તટસ્થ નજરથી સઘળું જોવું વગેરે વિરલ અને વિશિષ્ટ શક્તિ ઇતિહાસના લેખનમાં જરૂરી છે. વળી મહાદેવભાઈ જેવા ઇતિહાસલેખકમાં તા આગવી સાહિત્યિક અભિરુચિ પણ પ્રગટ થતી અને ઇતિહાસને સંવેદ્ય બનાવતી જોઈ શકાય છે. ખારડાલી સત્યાગ્રહને ઇતિહાસ' એ પણ મહાદેવભાઈનું વિશિષ્ટ પુસ્તક છે. કાઈ પણ પ્રકારના સત્યાગ્રહને વિશે એમણે લખ્યુ છે : “. મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ ઉક્તિનું સ્મરણ કરીને ઇતિહાસના પૂર્વાધ તે ‘લેશ' તરીકે વર્ણવ્યા છે, અને ઉત્તરાર્ધને મૂળ' તરીકે વર્ણવ્યા છે, કારણ સ્ટેશઃ હેન હિંદુમન વતાં વિત્ત એ વચન સત્યાગ્રહને વિશે તા સવિશેષ સાચુ પડે છે.” . મહાદેવભાઈએ બારડાલી સત્યાગ્રહમાં સૈનિક તરીકે તે। ભાગ નહેાતા લીધેા, પણ અ-સૈનિક રહીને ઠીકઠીક સેવા એમણે આપી હતી. એ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલ સાથેના સહવાસનાં અને સત્યાગ્રહના દર્શનનાં કેટલાંય પુણ્ય સ્મરણાને એમણે આ ઇતિહાસમાં પરાવી લીધાં છે. મહાદેવભાઈએ જ કહ્યું છે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy