SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૯] અન્ય ગદ્યલેખક-૨ 1 [૩૭૩ ઊંચા નંબરે પાસ થયા. એમને શિષ્યવૃત્તિ મળી અને મુંબઈની એલિફન્સ્ટન કોલેજમાં પ્રવેશ પણ મળે. કોલેજ-કાળ દરમ્યાન એમણે રામકૃષ્ણ, વિવેકાનંદ, બર્ક વગેરે મનીષીઓના ગ્રંથનું અધ્યયન કર્યું, પશ્ચિમની ફિલસૂફીને પરિચય મેળવ્યો, વિશ્વની સંસ્કૃતિઓ અને રાજકારણના ગ્રંથ વાંચ્યાસંસ્કૃત અને ગુજરાતીની શિષ્ટ રચનાઓ પણ વાંચી. આ વયમાં જ એમને રાષ્ટ્રીય પ્રશ્નોમાં ઊંડો રસ હતો. અમદાવાદ અને સુરતના કોંગ્રેસ અધિવેશનમાં, ૧૮ની વયે પણ, ભાગ લેવા સારુ મુંબઈથી નીકળી પડેલા ! કોલેજ-કાળ દરમ્યાન એમનું વૈચારિક ઘડતર ઠીક થયું. બી.એ. થયા પછી ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં નોકરી લીધી. તે પછી વકીલાત માટે અમદાવાદ પસંદ કર્યું. અહીં તેમને નરહરિ પરીખ સાથે પરિચય થાય છે, ને એ પરિચય મૈત્રીમાં પરિણમે છે. આ અરસામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડતમાં સફળતા મેળવીને અમદાવાદમાં આવ્યા, અને આશ્રમની સ્થાપના કરી. એ આશ્રમ સારુ તૈયાર કરેલી નિયમાવલિ આ મિત્ર-બેલડીને હાથમાં આવી. બંનેએ પિતાને અભિપ્રાય પત્ર દ્વારા ગાંધીજીને જણાવ્યું. તે પછીની ગાંધીજી સાથેની પહેલી જ મુલાકાતે બંને પ્રભાવિત થયા, – કહે કે અભિભૂત થઈ ગયા. એવામાં ગુજરાતી સાહિત્ય પરિષદે જેન મોલેના “એન કોમ્પ્રોમાઈઝ' નામના પુસ્તકને સુંદર અનુવાદ કરી આપનારને રૂ. ૧૦૦૦નું પારિતોષિક જાહેર કર્યું. મહાદેવભાઈ આ પારિતોષિક જીતી ગયા. મૂળ કર્તાની અનુવાદ સારુ પરવાનગી માગવા માટે મહાદેવભાઈએ તેના પત્રને એક મુસદ્દો તૈયાર કર્યો, અને તે લઈને તે ગાંધીજીને બતાવવા સારુ ગયા. એ નિમિત્તે ગાંધીજીને નિરાંતે મળવાને લોભ પણ ખરે. ગાંધીજી પ્રત્યેની તેમની ભક્તિ હવે દઢતર બનતી ચાલી, ત્યાં વળી સહકારી મંડળીની બેંકમાં ઇસ્પેકટરની નોકરી મળતાં અમદાવાદ છોડવાનો પ્રસંગ આવ્યું. થોડા વખત પછી નરહરિભાઈએ રાષ્ટ્રીય શાળામાં જોડાવાનું નક્કી થતાં તેમને અભિનંદન આપવાને એ અમદાવાદ આવ્યા. નરહરિભાઈએ તેમને એક કામ સયું : વાઈસરૉયને સત્યાગ્રહનો સિદ્ધાંત સમજાવતે એક પત્ર અંગ્રેજીમાં તૈયાર કરવામાં આવ્યું હતું તેને ગુજરાતી અનુવાદ કર. મહાદેવભાઈએ તે કર્યો. ગાંધીજીએ તે જોયે, ને મહાદેવભાઈ એમના મનમાં વસી ગયા; પણ પોતે કાંઈ બોલ્યા નહિ. બેન્કના અંગ્રેજ અમલદાર સાથે કારણવશાત્ મહાદેવભાઈને ચડભડ થતાં એમણે ત્યાંથી રાજીનામું આપી દીધું ને ગાંધીજી પાસે જવાનું નક્કી કર્યું.. એમના પિતાની વય ઘણી થઈ ગઈ હતી. કુટુંબને મહાદેવભાઈની જ હતી.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy