SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૯] અન્ય ગદ્યલેખકે-૨. | [૩૬૫. વ્યક્ત કરવા સ્વસંતેષ અર્થે અગર તે મારા પિતાના નેતિક કે આધ્યાત્મિક વિકાસની ગણતરીએ લખું છું. જિંદગી ઉઘાડી પડી છે. તે વાંચવા સમજાવવા. સારુ કેઈએ ગૂઢવાદ આયાત કરવાની જરૂર નથી.” ૧૯૭૬ના જાન્યુઆરીની તા. ૨૪મીએ મધરાતે સ્વામી આનંદને દેહવિલય થયા. મૃતિશેષ થયેલા સ્વામી આનંદનું જે કંઈ ગ્રંથસ્થ થયું છે તે સઘળું જ વિદ્યારસિક અને જ્ઞાનમાર્ગના યાત્રીને સહેજે અભિમુખ થવા પ્રેરે એવું સત્ત્વપૂર્ણ છે અને જીવનનાં શાશ્વત મૂલ્યોથી પ્રતિષ્ઠિત છે. દા.ત., એમનું “અનંતકળા' (૧૯૬૭, ૧૯૭૯) જે સ્વાનુભવો, ચિંતન અને નિરીક્ષણને અભિવ્યક્તિ અપતાં લખાણોને સંચય છે, તેમાં ઈશ્વર પ્રત્યેની તેમની શ્રદ્ધા અને નિયતિમાં આસ્થા વ્યક્ત કરતી આધ્યાત્મિક વિચારણાથી માંડીને શારીરિક મજૂરીનું ગૌરવ કરતી સમાજહિતલક્ષી વિચારણાને આવરી લેતો ચિંતનને વિશાળ પટ વિસ્તરે છે. એમાં ધ્યાનાર્હ એવો એમની વિચારશૈલીને મહત્ત્વનો અંશ એ છે કે વિચારણના વ્યાપમાં સમાતી પ્રત્યેક બાબત વિશે તેમના મનમાં સંપૂર્ણ સ્પષ્ટતા છે. સ્વામી આનંદની આધ્યાત્મિકતા કેવળ વાગસીમિત, પરોપદેશ પૂરતી કે ચિટ નહોતી. તે હિમાલયના પહાડી કૌવતથી રસાયેલી ધીંગી અને જીવનલક્ષી હતી. મોતને હંફાવનારા' (૧૯૬૮, ૧૯૭૯) (મૂળ લેખક વિલફિડ નેઈસ)માં એવાં સ્ત્રીપુરુષોના જીવનની કહાણી આલેખાઈ છે જેમણે કેવળ શરીરબળથી જ નહિ, પરંતુ ધર્ય, શૌર્ય, માનસિક સંતુલન, શ્રદ્ધા, પ્રાર્થના તથા હૈયા ઉકલત વગેરે આંતરિક સત્વના બળે મોતને હંફાવવામાં સફળતા મેળવી હતી. અભય, સાહસ અને પરાક્રમશીલતા તેમ જ જીવન સાથે બાથ ભીડવાનો પુરુષાર્થ આ બધા સગુણાનું સ્વામી આનંદને મન ઘણું મોટું મૂલ્ય હતું. એટલે વિલફિડ નેઈસે મોતને હંફાવનારાં માનવીઓની જે વાત લખી છે તેનું અનુસર્જન કરવાની વૃત્તિ સ્વામી આનંદ ખાળી શક્યા નહોતા. સ્વાનુભવની સૃષ્ટિમાંથી સર્વોત્તમ અને પ્રેરણાદાયી હોય તેને જ પોતાની આગવી અને વિલક્ષણ શૈલીથી વિભૂષિત કરીને રજૂ કરવું એ સ્વામી આનંદની હંમેશની એક પ્રણાલી હતી. તેનું હૃદયંગમ દર્શન “ધરતીનું લૂણ' (૧૯૬૯, ૧૯૭૮)માં થાય છે. એમાં એમણે દુશ્મન સામે અસાધારણ વીરતાથી, દઢતાથી. અને નિર્ભયતાથી ઝૂઝતાં અને વિજયી નીવડતાં તેમજ આસપાસના સમાજને પ્રભાવિત કરતાં તથા તેમના આદરના અધિકારી નીવડતાં ખુમારીવંત માનવીઓની પરાક્રમકથાઓ આલેખી છે. સીધી હદયમાંથી ફૂટતી, ઘડાયેલી, હાથે કાંતેલી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy