SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [a'. ૪ મશરૂવાળાએ સૂત્રાત્મક રીતે લખ્યું છે તે વસ્તુએ અનેક ચિ ંતાનું ધ્યાન ખેંચ્યું. છે તે વિવરટીકા પણ થયાં છે. તેમણે લખ્યુ છેઃ “મેં ઘણી વાર કહ્યું છે તેમ પૂર્વની સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ, હિંદુ સંસ્કૃતિ, મુસ્લિમ સંસ્કૃતિ વગેરે ભેદો મને મહત્ત્વના લાગતા નથી. માનવ પ્રામાં બે જ સંસ્કૃતિઓ છે : ભદ્ર સંસ્કૃતિ અને સંત સંસ્કૃતિ બંનેના પ્રતિનિધિએ આખી દુનિયામાં છે. જેટલે અંશે સંત સંસ્કૃતિના ઉપાસકેા નિષ્ઠાથી અને નિર્ભયતાથી વ્યવહાર કરશે તેટલે જ અંશે માનવજાતિની સુખની માત્રા વધશે.’’૨૯ ગાંધીજી અને સામ્યવાદ' (૧૯૫૧)એ પ્રથમ કિશારલાલે 'હરિજન’ પત્રમાં લેખમાળા લખી હતી. પછી તેની ચર્ચાનીકા અનેક વિચારસરણીવાળાએની થઈ તેને ધ્યાનમાં રાખી પુસ્તક એ જ નામે પ્રકટ થયું. વિનેાબાએ તેમાં તેની ભૂમિકા લખી, કિશારલાલે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે: “આ પુસ્તિકા નથી સામ્યવાદનું વિદ્વત્તાપૂર્ણ નિરૂપણ, કે નથી ગાંધીવિચારની અધિકૃત મીમાંસા, અન્ને મહાપુરુષો અને તેમના અનુયાયીઓની પાયાની દૃષ્ટિ શી છે તેની માહિતી આમાંથી મળે તેા તે ઘણુ કહેવાશે.' ઘણા માને છે કે સામ્યવાદમાંથી હિંસા કાઢી નખાય તેા ગાંધીવાદ અને સામ્યવાદ : એક જ છે એટલે તેમના વચ્ચે સાધ્યના ભેદ નથી પણ સાધનના ભેદ છે. આ ઉપરચેાટી દિષ્ટ ખેાટી છે તે બન્નેના સિદ્ધાંતામાં ઊંડા ઊતરીને કિશારલાલે આ પુસ્તકમાં બતાવ્યું છે. ગાંધીજી અને માકર્સ વચ્ચે જીવનદિષ્ટના ભેદ બહુ મહત્ત્વના છે તેનું તેમણે વિશદ રીતે વિવરણ કર્યું છે. વĆવિગ્રહથી ક્રાન્તિ આવશે તે માર્કસની દૃષ્ટિના વિરેધ કરી ગાંધીજીની દૃષ્ટિનું સમર્થન કર્યું છે. તેમણે બહુ જ અર્થસૂચકતાથી તેમાં લખ્યુ છે. ... આજની વર્તીમાન સમાજવ્યવસ્થા તળે જેએ ધન કે ઉચ્ચ વર્ણ ને કારણે વધારે અધિકારી અને મેાભાભર્યું સ્થાન ભાગવે છે તે જો... ત્યાગ નહીં કરે... તા ગાંધીજીની કાટિના જ અહિંસામાગી નેતાને અભાવે સામ્યવાદ તેનાં બધાં ડિસક આયુધે! સાથે આવશે જ..." અહિંસાવિવેચન' (૧૯૪૨) નામે અહિંસા ઉપરના એમના લેખાને સંગ્રહ રમણીકલાલ મેાદીએ પ્રકટ કર્યો છે. ગાંધીજીના વિચારથી કિશે।રલાલ આ વિષય વિશે જુદે અભિપ્રાય ધરાવે છે તે નોંધવું જોઈએ. તેમણે સ્પષ્ટ લખ્યું છે “ મારી વિચારસરણી બાપુને અનુસરનારી નહિ, પણ સમાંતર ાય છે. હું બહુ નાના પણ સત્યને સ્વતંત્ર પૂજારી રહ્યો છુ.... બાપુજીએ કહ્યું છે કે તેઓ જન્મથી સત્યેાપાસક છે, અહિંસક નથી. મારુ... એથી ઊલટુ` છે. હુ સ્વભાવથી અહિંસાના પૂજારી છું. સત્યના ઉપાસક પાછળથી બન્યા છેં. બાપુજીને સત્યની :
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy