SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ ચિંતનપ્રધાન લખાણોની તુલના કરું છું ત્યારે મને નિઃશંકપણે એમ લાગે છે કે આટલો અને આવો ક્રાન્તિકારી, સચોટ અને મૌલિક વિચાર કરનાર કદાચ ભારતમાં વિરલ જ છે.” આ વિધાન “સમૂળી ક્રાન્તિના મૂલ્યાંકનને સવિશેષ સમર્થક બને છે. સમૂળી કાન્તિ: કિશોરલાલનું સૌથી વિશેષ ધ્યાન ખેંચનારું અને મૂલગામી અને ક્રાંતિકારી વિચારદષ્ટિ દાખવનારું પુસ્તક તો છે “સમૂળી ક્રાન્તિ (૧૯૪૮). તેમાં ધર્મ, સમાજ, આર્થિક વિષયો, રાજકીય વિષય, કેળવણી વિશેની પિતાની આગવી વિચારણું સૂત્રાત્મક શૈલીમાં વ્યક્ત થઈ છે. તેમના આ લખાણનું પ્રેરક બીજ છે, તેમણે જ કહ્યું છે તેમ, “આપણે અનેક વિચારે અને માન્યતાઓનું આપણે મૂળથી જ સંશાધને કરવાની જરૂર છે. આપણા ક્રાતિના વિચારો મોટે ભાગે ઉપરઉપરની મરામતના છે, મૂળ સુધી પહોંચતા નથી.”૨૪ આ પુસ્તકના શીર્ષકનું મૂળ પણ આમાં જ રહ્યું છે. એક દષ્ટિએ જોઈએ તો આ બધા પ્રશ્નોની વૈચારિક ભૂમિકા “જીવનશોધનમાં રહેલી છે. આ પુસ્તકમાં ધર્મવિષયક કરેલાં સૂત્રાત્મક પ્રતિપાદનોમાંથી પ્રથમ બે બીજરૂપે “જીવનશોધનમાં સ્પષ્ટ પ્રગટ થયેલાં જ છેઃ (૧) માને પરમાત્મા વેઢા ન માનો ફેવતાप्रतिमा सकल ॥ (२) न को शास्त्रनो वक्ता परमेश्वर । न को विवेकना क्षेत्रथी पर ॥ આ બે સૂત્રમાં કિશોરલાલની ધર્મદષ્ટિ બીજરૂપે પ્રગટ થઈ છે એ દેખીતી હકીકત છે. ધર્મોએ ઊભાં કરેલાં વિદનો કયાં છે તેનું વિવેકપૂત વિવરણ આ પુસ્તકના પ્રથમ ભાગમાં સુંદર રીતે કર્યું છે. વર્તમાન સ્થિતિનું વિવરણ કરતાં એમણે કહ્યું છે તેને સૂર હજી પણ વારંવાર સંભળાયા કરે છે. હિંદી-ઉર્દૂ-હિંદુસ્તાની ભાષા અને લિપિ વગેરેના ઝઘડા, પ્રાન્તીય (પ્રાદેશિક) ઈર્ષા વગેરે સર્વેના મૂળમાં એક જ વસ્તુ છે. આપણા દિલની કાતિ થઈ નથી, આપણી સંકુચિત અમિતાએ આપણે છેડી શકતા નથી, તેથી નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જવું એ તરફ જ આપણે પુરુષાર્થ વારંવાર ગતિ કર્યા કરે છે. ૨૫ આર્થિક ક્રાતિના પ્રશ્નોના વિભાગમાં અર્થશાસ્ત્ર અને અર્થ વૃદ્ધિનાં સાધનો વિશે મૂલગામી છતાં સામાન્ય માણસ સમજી શકે તેવી સરળ વિવેચના-વિવરણ ક્ય છે. અર્થશાસ્ત્ર સાથે ચારિક મૂલ્યોને સાંકળવાં જોઈએ એવી તેમની દઢ માન્યતા અને શ્રદ્ધા રહી છે. અર્થ સમૃદ્ધિ સાથે ચારિત્રગુણો હોય તો જ સાચી પ્રજાસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમના શબ્દોમાં, “ચારિત્ર સમૃદ્ધિનું સાધન છે... આજે વિજ્ઞાનસંપન્ન માનવસમાજ હાથમાં આગ લગાડવાનાં સાધને ધરાવનારો અને તેની કળા શીખેલે વાનરસમાજ છૂટો મૂક્યો હોય તેવી સ્થિતિમાં દુનિયામાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy