SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૮] કિશોરલાલ મશરૂવાળા [૩૪૫ આ ગ્રન્થમાં “પુરુષાર્થ શોધન”, “અદશ્યશોધન, “ભક્તિશોધન', “પ્રકીર્ણ વિચાર', “સાંખ્ય અને વેદાન્તવિચાર” અને “ગવિચારશોધન એમ છે ખંડો છે. તેમાં, અન્ય લખાણમાં જોવા મળે છે તેમ, તેમની વિચારસરણીમાં એક વિજ્ઞાનશાસ્ત્રીનું ધૈર્ય અને તટસ્થતા અને સાથે એક ધાર્મિક પુરુષની છે-- વાંછને જણાઈ આવે છે એ રામનારાયણ પાઠકનું વિધાન તદ્દન ખરું છે. કિશોરલાલે. તેમની તાત્ત્વિક વિચારણાની પાછળ રહેલી ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું છે, “આર્ય તત્વજ્ઞાન પરિપૂર્ણ રચાઈ ગયું છે, એમાં શોધખોળને અવકાશ નથી, હવે માત્ર પ્રાચીન શાસ્ત્રોને જુદાંજુદાં ભાષ્યો દ્વારા કે નવાં ભાખ્યો રચીને સમજવાનાં જ રહ્યાં છે એવું હું માનતો નથી... બાદરાયણના કાળથી તત્ત્વજ્ઞાનને વિકાસ લગભગ અટકી ગયું છે. એમણે જૂનાને સૂત્રબદ્ધ કરી નાખી તત્ત્વજ્ઞાનનું બારણું વાસી દીધું અને શંકરાચાર્ય અને પાછલા આચાર્યોએ એ બારણે તાળાં માર્યા. એ તાળાં ખોલ્યું જ છૂટકે છે.”૧૫ કિશોરલાલે એ તાળાં અને બારણાં કાંઈક અંશે ખોલ્યાં છે એ એમનું અનન્ય પ્રદાન છે. વેદાન્ત મત પ્રમાણે ચોથે પુરુષાર્થ મેક્ષ છે. કિશોરલાલે પિતાનું વિશદ પૃથક્કરણ કરીને પ્રતિપાદન કર્યું છે કે ચોથે પુરુષાર્થ મેક્ષ નહિ પણ વસ્તુતઃ જ્ઞાન અથવા શોધ છે. વેદાંતી વિચાર વાસનાક્ષય એમને રુચતું નથી, તેથી, તેમણે “વાસનાના ઉચ્છેદને બદલે વાસનાની ઉત્તરોત્તર શુદ્ધિ કરવી એ સુંદર રીતે સમજાવ્યું છે.૧૭ આત્માને વેદાંતીઓ નિર્ગુણ કહે છે ત્યારે કિશોરલાલ તેને સર્વગુણાશ્રય અથવા સર્વગુણબીજ છે એમ કથે છે.૧૮ માયાવાદ વિશે તેમણે સ્પષ્ટ એકરાર કર્યો છે કે “માયા તે શું એ વિશે તે અનાદિ અને અનિર્વચનીય છે એ સિવાય બીજો ખુલાસો મળ્યો નથી.”૧૯ પુનર્જન્મ વિશે કોઈ નિશ્ચિત સિદ્ધાંત પ્રતિપાદન કરી શકાય તેમ નથી. એમ કહીને કિશોરલાલ કહે છે : “ગમે તેમ હે, પુનર્જન્મને વાદ અત્યાર સુધી શ્રેયાથીને શ્રેય માટે પુરુષાર્થ કરવામાં જબરું પ્રેરકબળ આપનારું થઈ પડ્યો છે. એને વિશે સંશયિત રહેનારમાંયે એ સંસ્કારની કેટલીક અસર અજ્ઞાતપણે કામ કરી તેને ઉપકારક થાય છે.”૨૦ કર્મવાદના સિદ્ધાંતમાં કર્મ એટલે વ્યક્તિગત કર્મ નહિ પણ સામાજિક સંદર્ભમાં કમને વિચાર કિશોરલાલે કર્યો છે અને તેની માર્ગદર્શક પ્રેરણા તેમને કેદારનાથજી પાસેથી મળી છે તે પ્રસિદ્ધ હકીકત છે. તેમણે અર્થદર્શક રીતે કર્મના સિદ્ધાંતનું વિવરણ કરતાં કહ્યું છે: સામાન્ય માણસોની કલ્પનામાં પૂર્વ કર્મનો અર્થ વધારે સંકુચિત થઈ ગયો છે. પૂર્વ કર્મ એટલે આ ક્ષણ પહેલાંનું કર્મ એમ નહિ, પણ એકદમ પૂર્વજન્મનું કર્મ એમ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy