SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૭] કાલેલકર [૩૩૭ સ્વર્ગનરક જેવા પ્રશ્નોની સંક્ષિપ્ત વિચારણે રજૂ કરી છે. “સ્મરણયાત્રા'ની કથામાં આ એક પૂર્તિરૂપ એવી આત્મકથા લાગે છે. બાપુની ઝાંખી' (૧૯૪૯): આ પુસ્તકમાં ગાંધીજીના વિરલ વ્યક્તિત્વની ઝાંખી કરાવતા ૧૦૧ પ્રસંગે રજૂ કરવામાં આવ્યા છે. ગાંધીજી પ્રત્યેની કાકાસાહેબની આદરભક્તિ અહીં સ્પષ્ટ રીતે ઊપસી આવે છે. રોજનાં નાનાં નાનાં કામમાંય ગાંધીજી કેવી ચીવટ રાખતા, અને કે મૂલ્યબોધ પ્રગટ કરતા, તે આ પ્રસંગમાં જોઈ શકાય છે. અંતેવાસીઓ પ્રત્યે ગાંધીજીને અપાર વાત્સલ્યભાવ હતો એ વાત પણ તેમના હરેક વ્યવહારમાંથી પ્રત્યક્ષ થઈ જાય છે. તેમની ક્ષમાશીલતા સ્વાવલંબન માતૃભાષાપ્રેમ સમયપાલનનું વ્રત અને ધર્મપરાયણવૃત્તિ જેવા ગુણો તેમના સ્વભાવમાં સહજ વણાઈ ચૂક્યા હતા, એમ પણ એમાંથી સમજાય છે. મહાદેવભાઈ, કિરલાલ, વિનોબા, સ્વામી આનંદ જેવા વ્યક્તિવિશેષોનાં રેખાચિત્રો પણ અહીં સરસ રીતે અંકિત થઈ ગયાં છે. ઈ. ૧૯૦૮માં “સ્વામી રામતીર્થનું જીવનચરિત્ર', ઈ. ૧૯ર માં “સ્વદેશી, ધર્મ', ૧૯૨૩માં “ગામડાંમાં જઈને શું કરવું ?, ઈ. ૧૯૨૩માં નરહરિ પરીખ સાથે “પૂર્વરંગ', ઈ. ૧૯૩૪માં પર્વો વિશેનું જીવતા તહેવારો, ઈ. ૧૯૩૫માં લેકજીવન, મશરૂવાળા સાથે “માનવી ખંડિયેરો'(૧૯૪૬)ને કરેલે અનુવાદ જેવી કતિઓને પણ અહીં ઉલ્લેખ કરી લઈએ. “અવારનવાર' (૧૯૫૬), “પ્રાસંગિક પ્રતિસાદ' (૧૮૭૦), “ગાંધી પરિવારના તિર્ધરો' (૧૯૭૫) વ. એમની અન્ય. કૃતિઓ છે. શ્રી નેત્રમણિભાઈને' (૧૯૪૭)ઃ આ પુસ્તિકામાં શ્રી નેત્રમણિભાઈ જોડેનો તેમને પત્રવ્યવહાર રજૂ થયો છે. એમાં નેત્રમણિભાઈની કાકાસાહેબ પરની હૃદયની નિર્મળ ભક્તિ પ્રગટ થઈ જાય છે, તે કાકાસાહેબના અંતરની ભાવાર્કતા અને સમભાવવૃત્તિ પણ જોઈ શકાય છે. આ બે મિત્રો વચ્ચેના લાગણીના સંબંધ જ અહીં આપણને સ્પર્શી જાય છે. બંનેને અંતરનું આભિજાત્ય અને પ્રીતિ જ અહીં મહેકી ઊઠે છે. ચિ. ચંદનને' (૧૯૫૮)માં કાકાસાહેબના કુટુંબજીવનની નાજુક કથા સ્પર્શાઈ છે. કાકાસાહેબ અને સતીશભાઈ વચ્ચે જ્યારે વિચારભેદ જન્મ્યો ત્યારે તેમનાં ક્ષેમકુશળ જાણવા તેમણે પુત્રવધૂ ચંદનબહેનને પત્ર લખ્યા હતા. એમાં કૌટુંબિક પરિસ્થિતિનું ચિત્ર માર્મિક રેખાઓમાં ઊપસે છે. કાકાસાહેબે પિતાના પત્રોમાં નારીધર્મને લગતા મુદ્દાઓ ચર્ચા છે, તો કેમળ લાગણીથી સ્વજનની ખબરઅંતર પણ પૂછી છે. આવી માનવીય સંબંધની વિશિષ્ટ ભૂમિકાને લીધે પત્રે ચિત્તસ્પશી બન્યા છે. વિદ્યાર્થિનીને પત્ર” (૧૯૬૮) એમને ત્રીજો સરસ પત્રસંચય છે. ગુ. સા. ૨૨
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy