SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ચ'. ૪ પર પ્રતિષ્ઠિત થઈ હશે, અને માનવજાતિને બધી બાજુથી મુક્તિ અપાવવાની તેની પ્રતિજ્ઞા હશે : સા વિદ્યા યા વિમુક્તયે | આ જ એકમાત્ર તેને ધ્યાનમંત્ર હશે. માનવીનાં તન મન અને પ્રાણને નીરાગી રાખે, તેના અંતરની સર્વ શુભ વૃત્તિએના વિકાસ કરી આપે, માનવઆત્મામાં નિર્ભયતા સાહસિકતા અને પુરુષાના ગુણા વિકસાવે અને લેાકસેવાની દીક્ષા આપે ઃ આટલુ' જે કરી શકે તે જ ખરી કેળવણી. અત્યાર સુધી પ્રચારમાં રહેલી ‘ઉજળિયાત કેળવણી'એ સમાજજીવનમાં અન્યાય શેષણ અને વર્ગભેદને જ પાધ્યેા છે. ‘ખરી કેળવણી’ આવાં અનિષ્ટોને પ્રતિકાર કરવાને તેજ અને સામર્થ્ય આપશે. કાકાસાહેબના કેળવણીવિષયક ચિંતનમાં સાદ્યંત આ પ્રકારના ભાવનાલક્ષી અભિગમ ગૂંથાયા છે. અહિંસા, પરિશ્રમ અને ઉદ્યોગનું કેળવણીમાં સ્થાન, અભ્યાસક્રમમાં ઇતિહાસાદિ વિષયાનુ સ્થાન, પાઠયક્રમા અને શિક્ષણપદ્ધતિ, ધાર્મિક કેળવણીનુ સ્વરૂપ, આ પાચપુસ્તક, શિક્ષકાનુ કવ્ય, છાત્રાલયનું મઽત્ત્વ જેવા પ્રશ્નોની તેમણે જે ચર્ચાવિચારણા કરી તેમાં પણ તેમને ભાવનાવાદી ઉપક્રમ તરત દેખાઈ આવે છે. એમાં કેટલીક વિચારણા આજે પ્રાસ`ગિક લાગશે, તાપણુ કાકાસાહેબની કેળવણીમીમાંસાનાં મૂલ્યવાન દષ્ટિબિંદુ સમજવા તે ઉપયોગી બની રહે એમ છે. ‘કાલેલકરના લેખા' ભાગ ૧ (૧૯૨૩) અને ભાગ ૨ (૧૯૨૫)માં શિક્ષણવિષયક લેખા છે. શુદ્ધ જીવનદૃષ્ટિની ભાષાનીતિ'એ એમણે આપેલું વ્યાખ્યાન (૧૯૬૦) છે. જીવનભારતી’ (ઈ.૧૯૩૭) : કાકાસાહેબનાં સાહિત્યવિષયક લખાણેા આ ગ્રંથમાં રજૂ થયાં છે. (આ ઉપરાંત ‘જીવનના આનંદ'ના એક ખંડમાં તેમની કળાવિષયક વિચારણા રજૂ થઈ છે તેનેા પણ અહીં નિર્દેશ કરવા જોઈએ.) એમાં કેટલાંક સાહિત્યનું સ્વરૂપ, તેનું સમાજસંદર્ભમાં મહત્ત્વ કે એવા ખીજ પ્રશ્નોની ચર્ચા કરે છે, તા ખીજા અનેકમાં પ્રગટ થયેલાં પુસ્તક વિશેનાં નાનાંમેટાં અવલાકના કે પ્રસ્તાવનારૂપ પરિચયેા મળે છે. સાહિત્ય વિશે આટલાં લખાણા ગાંધીજીના અનુયાયી ખીન્ન ચિંતા પાસેથી મળ્યાં નથી. આ લખાણામાં કાકાસાહેબની સૂક્ષ્મ અભિજાત રુચિ અને રસષ્ટિ પ્રગટ થાય છે. અનેક પ્રશિષ્ટ કૃતિનું પરિશીલન એની પાછળ રહ્યું છે, અને કળા વિશે તેમની આગવી સમજ રહી છે, એમ પણ એમાં જોઈ શકાશે. જોકે સાહિત્યકળા વિશેની આ બધી વિચારણાઓમાં તેમના નીતિવાદી અભિગમ સ્પષ્ટ રૂપમાં દેખાઈ આવે છે. સૌપ્રથમ અને અંતે પાતે લેાકશક્ષક છે, એવી સંપ્રજ્ઞતા જ એમાં કામ કરી રહી છે. સમાજની નીતિમત્તાના, તેના શ્રેયના પ્રશ્નો આથી તેમનું વિશેષ ધ્યાન રોકી રહે છે. સાહિત્ય કેવળ સૌંદર્યની ઉપાસના કરે તે પર્યાપ્ત નથી, પ્રજાના ચારિત્ર્યધડતરમાં એ ઉપયોગી નીવડવુ જોઈએ, એમ તેઓ માને છે : “સુંદરતા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy