SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [2. ૪ પણ આ લખાણેાના મૂળ ઉદ્દેશાને લક્ષમાં લેતાં આમ બનવુ· સ્વાભાવિક લાગે છે. ‘ પરમ સખા મૃત્યુ' (૧૯૬૯) મૃત્યુવિષયક ચિંતનલેખાના સંગ્રહ છે. ગીતા” (૧૯૪૪) અને જીવનપ્રદ્વીપ’ (૧૯૫૬) : ‘ગીતાધર્મ ’માં કાકાસાહેબના ગીતાના વિચારા વિશેનું વિવરણ મળે છે, તા જીવનપ્રદીપ'માં જુદે જુદે પ્રસ ંગે લખાયેલા ગીતાવિષયક લેખા ગ્ર ંથસ્થ થયા છે. એ તા સ્પષ્ટ છે કે કાકાસાહેબના જીવનચિંતનમાં ગીતાના વિચારાતા સ્પષ્ટ પ્રભાવ છે. આપણા પ્રાચીન ધર્મગ્રંથામાં ગીતા તેમને સૌથી વધુ પ્રાણવાન ગ્રંથ લાગ્યા છે. એ ગ્રંથને તેમણે ‘રાષ્ટ્રપુરુષ'નું બિરુદ પણ આપ્યું છે. તેઓ સ્પષ્ટ માને છે કે ગીતાતા સ ંદેશ સનાતન હેાઈ નિત્યનૂતન છે. નવા યુગની જીવનવ્યવસ્થામાં ગીતા સૌથી મૂલ્યવાન અર્પણુ કરી શકશે એવી તેમની શ્રદ્ધા રહી છે. તેઓ કહે છે “ગીતાનું કર્મ યાગશાસ્ત્ર, ગીતાની યજ્ઞમીમાંસા, ગીતાને વર્ણાશ્રમઆદ વગેરે પ્રત્યેક વિવેચનમાં સમાજના દૈવી અથવા આ આદર્શો જ બતાવવામાં આવ્યા છે અને તે બધા આદર્શોની સિદ્ધિ માટે દૈવી સંપત્તિનું વર્ણન સૂક્ષમતાથી કરવામાં આવ્યું છે. ગીતાના ગૂંથેલા એ સમાજશાસ્ત્રને આવિષ્કાર કરવાને સમય હવે આવી પહેાંચ્યા છે. ગીતાના સામાજિક દષ્ટિબિંદુનુ આપણે જેટલુ નિરીક્ષણ કરીશુ તેટલી જ આપણને વમાન ગૂ ંચ ઉકેલવામાં આ ગ્રંથરાજની મદ મળશે.”૧૨ આમ ગીતાનું માહાત્મ્ય રજૂ કરી તેએ ‘દૈવી સ ંપત્’નું વિસ્તૃત સ્પષ્ટીકરણ કરે છે. ભગવદ્ગીતાનું પ્રામાણ્ય, નિષ્કામ કર્મ યોગ, ચાર વર્ણોની વ્યવસ્થા, યજ્ઞ-દાન-તપનું સમાજશ્રેયની દૃષ્ટિએ માહાત્મ્ય, હિંસાઅહિ સાવિવેક, સામ્યયેાગ જેવા મહત્ત્વના પ્રશ્નોને ગીતાની આગવી દૃષ્ટિના પ્રકાશમાં તે ચચે છે. આધુનિક સમયમાં જુદાજુદા ચિંતક્રાએ ગીતાના વિચારાનું જુદીજુદી રીતે અર્થઘટન કરતાં લખાણેા આપ્યાં છે, તેમાં કાકાસાહેબનાં આ લખાણાનું પણ આગવું સ્થાન છે. ‘ગીતાસાર' ઈ. ૧૯૪૪માં પ્રગટ થયું હતું. જીવનવિકાસ’ (ઈ. ૧૯૩૬) : આ ગ્રંથમાં કાકાસાહેબના કેળવણીચિંતનના લેખા સંગૃહીત થયા છે. અલબત્ત, આ કાઈ આકરગ્રંથ નથી. પણ કેળવણીના વિવિધ પ્રશ્નો અને પાસાંઓની જે ચર્ચાવિચારણા એમાં ઉપલબ્ધ થાય છે તેથી એક આકરપ્રથનુ મૂલ્ય તેને પ્રાપ્ત થાય છે. અને કેળવણીના પ્રશ્નો જોડે તેમને સીધી નિસબત રહી છે. પેાતાને કેળવણીની પ્રવૃત્તિ અતિપ્રિય છે એમ પણ તેમણે નાંધ્યું છે. ગુજરાતની પ્રશ્ન મને ભૂલે નહિ ત્યાં સુધી મને સાહિત્યકાર તરીકે ન એળખે પણ કેળવણીકાર તરીકે ઓળખે એવી મારી આંતરિક ઇચ્છા છે.''૧૩ તેમનું આ નિવેદન તેમની વિશેષ વૃત્તિનું દ્યોતક છે. અને એય સાચુ છે કે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy